- આજે ગૃહપ્રધાન અમિત શાહના 57માં જન્મ દિવસની ઉજવણી
- ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવી શુભકામના
- મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા પાઠવવામાં આવી શુભેચ્છા
અમદાવાદ: દેશના ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અમિત શાહનો (Union Home Minister Amit Shah)આજે શુક્રવારે 57 મો જન્મદિવસ છે. ત્યારે સમગ્ર દેશમાંથી તેમને જન્મદિવસની શુભકામનાઓ (Amit Shah Birthday) પાઠવવામાં આવી રહી છે. આ પ્રસંગે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમિત શાહને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, બિહાર ભાજપની સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા સહિતના નેતાઓએ અમિત શાહને તેમના જન્મદિવસે શુભકામનાઓ પાઠવી હતી અને તેમના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી.
કાર્યકાળ દરમિયાન અનેક કઠિક કામ કર્યા
ઉલ્લેખનીય છે કે, અમિત શાહે 2019 ની લોકસભા ચૂંટણીમાં સાંસદ બન્યા બાદ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે કલમ 370 હટાવવા, નાગરિકતા સંશોધન કાયદો અને UAPA જેવા કડક નિર્ણયો લીધા છે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ટ્વિટ દ્વારા શુભેચ્છા આપતા કહ્યું કે, "જનસેવામાં સદૈવ સમર્પિત,કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત,ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહજીને જન્મદિવસની હ્દયપૂર્વકની શુભકામનાઓ.આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ હેતુ ઈશ્વરને પ્રાર્થના....!"