તિરુનેલવેલી: મુન્નીરાપલ્લમમાં મોડી રાત્રે ખાણમાં કામ કરતા છ કામદારો 300 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયા (Six workers were trapped in pit Tamil Nadu) હતા. જેમાંથી 2 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે. રાત્રે 12 વાગ્યાની આસપાસ એક મોટો ભેખડ નીચે પડતા અકસ્માત સર્જાયો (mine accident Tamilnadu) હતો. લોરી ડ્રાઈવર સેલ્વકુમાર, રાજેન્દ્રન, હિટાચી ઓપરેટર્સ સેલ્વમ, મુરુગન અને વિજય તેમાં ફસાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઘટના દરમિયાન, તે તમામ મજૂરો ત્યાં કામ કરતા હતા. આ બાદ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય શરૂ કર્યું હતું.
આ પણ વાંચો :વડોદરામાં સીંધરોટ ખાતે ઈન્ટેક વેલની કામગીરી વખતે લોખંડનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું, બે મજૂર દબાયા