ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુંના મુખ્ય પ્રધાને 44મી ચેસ ઓલંપિયાડનો લોગો લૉન્ચ કર્યો, બીજી વખત આ મોટી ટુર્નામેન્ટ ભારતમાં

તમિલનાડુંના મુખ્યપ્રધાને 44મી ચેસ ઓલંપિયાડનો લોગો (Chess Olympiad 2022) લૉન્ચ કર્યો, બીજી વખત આ મોટી ટુર્નામેન્ટ ભારતમાં શરૂ થવા જઈ રહી છે. આ અંગે તમિલનાડુંના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિને (Tamilnadu CM M.K.Stalin) એક મહત્ત્વની વાત કહી હતી.

તમિલનાડુંના મુખ્ય પ્રધાને 44મી ચેસ ઓલંપિયાડનો લોગો લૉન્ચ કર્યો, બીજી વખત આ મોટી ટુર્નામેન્ટ ભારતમાં
તમિલનાડુંના મુખ્ય પ્રધાને 44મી ચેસ ઓલંપિયાડનો લોગો લૉન્ચ કર્યો, બીજી વખત આ મોટી ટુર્નામેન્ટ ભારતમાં

By

Published : Jun 10, 2022, 4:18 PM IST

ચેન્નઈ: રશિયા પાસેથી યજમાની ગયા બાદ 44મી ચેસ ઓલિયંપાડનું આયોજન આ વર્ષે મહાનગર ચેન્નઈમાં(the mega chess event in Chennai) થવાનું છે. યુક્રેન પર હુમલાને કારણે રશિયાની યજમાની ગઈ હતી. ચેસ ઓલિયંપાડ 2022 (44th Chess Olympiad in india)તારીખ 28 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી ચાલશે. તમિલનાડું રાજ્યના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને (Tamilnadu CM M.K.Stalin) ગુરૂવારે આ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ આયોજન દરમિયાન આવતા મહિને શરૂ થનારી ટુર્નામેન્ટના (Chess Tournament 2022) શુભારંભનું એલાન કર્યું હતું. આ સાથે તેમણે આ ગેમને સંબંધીત એક લોગો પણ લૉન્ચ કર્યો હતો. એવું પણ કહ્યું કે, ચેસ એલંપિયાનું આયોજન કરવું તથા યજમાની કરવી ચેન્નઈ સિટી માટે એક સન્માનની વાત છે.

આ પણ વાંચો:ભારતીય ક્રિકેટમાં ગુજરાતીઓનો દબદબો : 2 મહિલા ક્રિકેટરોનો થયો સમાવેશ

થંબી બન્યું: શુભંકર થંબી એક શુરવીર છે જેઓ પારંપરિત તમિલ ડ્રેસ- ધોતી અને શર્ટ પહેરી તથા હાથ જોડીને ઊભા છે. આ શુભંકર તમિલ અભિવાદન વણક્કમને દર્શાવે છે. જેના ટી-શર્ટ પર ચેર બિલિવ શબ્દ લખેલો છે. મુખ્યપ્રધાન સ્ટાલિને એવું પણ કહ્યું કે, આપણા તમામ અધિકારીઓ આ ભારતીય રમતના ઈતિહાસને ભવ્ય, યાદગાર અને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. વર્ષ 2013માં વિશ્વ ચેમ્પિયનના આયોજન બાદ આ બીજી મોટી વૈશ્વિક ચેસ ટુર્નામેન્ટ ભારતમાં આયોજિત થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details