તિરુપુર (તમિલનાડુ):તમિલનાડુના તિરુપુર નજીક બિહારના એક કામદારને ટ્રેનની અડફેટે લીધા બાદ માઈગ્રન્ટ શ્રમિકો અહીંના રેલવે પોલીસ સ્ટેશનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. મૃતકની ઓળખ સંજીવ કુમાર તરીકે થઈ છે, જે તિરુપુર જિલ્લામાં એક નીટવેર કંપનીમાં કામ કરતો હતો. 2જી માર્ચે મધ્યરાત્રિએ સંજીવ કુમાર તિરુપુર પાસે રેલવે ટ્રેક પર મૃત હાલતમાં મળી આવ્યો હતો.
મૃતદેહ રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવ્યો:આ અંગેની માહિતી મળ્યા બાદ રેલ્વે પોલીસે સ્થળ પર જઈને પરપ્રાંતિય મજૂરના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે તિરુપુર જિલ્લા સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ ઉપરાંત સમાચાર ફેલાતા હતા કે કામદારની હત્યા કરવામાં આવી હતી અને તેનો મૃતદેહ રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવ્યો હતો.
પરપ્રાંતીય શ્રમિકો થયા એકઠા:આ ઘટનાને પગલે તિરુપુરમાં નીટવેર અને અન્ય સંલગ્ન ઉદ્યોગોમાં નોકરી કરતા પરપ્રાંતિય કામદારો મોટી સંખ્યામાં તિરુપુર રેલવે પોલીસ સ્ટેશનની સામે એકઠા થયા હતા. કામદારોનો આરોપ છે કે સંજીવ કુમારનો મોબાઈલ ફોન અને વાહનો ગાયબ હતા, તેથી તેમની હત્યા કરવામાં આવી હતી અને તેમનો સામાન ચોરાઈ ગયો હતો.