- સંસદના ચોમાસા સત્રની શરૂઆત
- ગૃહમાં પ્રથમ દિવસે જ જોરદાર હોબાળો
- TMCના ઘણા સાંસદો સાયકલ પર સંસદ પહોંચ્યા
નવી દિલ્હી : સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે. પહેલા જ દિવસે ગૃહમાં જોરદાર હોબાળો મચ્યો છે. વિપક્ષ પાર્ટીઓના સાંસદોએ મોંઘવારીને લઇને લોકસભામાં હોબાળો કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ઘણા સાંસદો પેટ્રોલ, ડીઝલ અને અન્ય વસ્તુઓના ભાવ વધારાના વિરોધમાંં સાયકલ પર સંસદ પહોંચ્યા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો : 'ખેલા હોબે'ગેમમાં TMCની જીત, ભાજપની હાર
સંસદના બન્ને ગૃહોમાં વિવિધ નિયમો હેઠળ અનેક નોટિસ આપાઇ
TMCએ જણાવ્યુંં હતું કે, ચોમાસુ સત્રના પહેલા દિવસે સંસદના બન્ને ગૃહોમાં વિવિધ નિયમો હેઠળ અનેક નોટિસ આપી છે. પેટ્રોલ, ડીઝલ, LPG અને અન્ય ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો, નવા કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ, આર્થિક વૃદ્ધિમાં મંદી, સંસદના સભ્ય સ્થાનિક વિકાસ યોજનાનો સમાવેશ અને સરકાર દ્વારા સંઘીય માળખાને કથિત રૂપથી કમજોર કરવાના મુદ્દાનો સમાવેશ છે.
આ પણ વાંચો -