નવી દિલ્હી : કેશ ફોર ક્વેરી કેસને કારણે ચર્ચામાં આવેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને મહુઆ મોઇત્રાએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો કે સરકાર તેમના મોબાઈલ અને ઈ-મેલને હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. મહુઆ મોઇત્રાએ કહ્યું કે મને APPLE તરફથી એક એલર્ટ અને મેઈલ મળ્યો છે, જેમાં ભારત સરકાર મારા મોબાઈલ ફોન અને મેઈલ આઈડીને હેક કરવાનો પ્રયાસ કરી રહી છે.
Mahua Moitra Received text from Apple : મહુઆએ સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું- મારો ફોન હેક થઈ રહ્યો છે, એપલ તરફથી મળ્યું એલર્ટ - BJP MP Nishikant Dubey
બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા પર સરકારને સવાલ પૂછવા માટે એક બિઝનેસમેન પાસેથી લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. આ માટે તેણે પોતાનો યુઝર અને પાસવર્ડ પણ શેર કર્યો છે.
Published : Oct 31, 2023, 11:41 AM IST
ટ્વિટ કરીને આપી માહિતી :ગૃહ મંત્રાલયને ટેગ કરતા તૃણમૂલ કોંગ્રેસના સાંસદે પોસ્ટમાં લખ્યું કે મને અદાણી અને પીએમઓના લોકો માટે દયા આવે છે, જેઓ મને ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહુઆએ આગળ લખ્યું કે મને, શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી અને 'INDIA' ગઠબંધનના અન્ય ત્રણ નેતાઓને અત્યાર સુધી આવી ચેતવણીઓ મળી છે.
શું છે કેશ ફોર ક્વેરી કેસ : છેલ્લા ઘણા દિવસોથી રાજકારણમાં કેશ ફોર ક્વેરી કેસની ચર્ચા ચાલી રહી છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા પર સરકારને સવાલ પૂછવા માટે એક બિઝનેસમેન પાસેથી લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. આ માટે તેણે પોતાનો યુઝર અને પાસવર્ડ પણ શેર કર્યો છે. આ પછી લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ મામલો એથિક્સ કમિટીને મોકલ્યો હતો. ભાજપના સાંસદે એડવોકેટ જય અનંત દેહદરાય તરફથી મળેલા પત્રને ટાંક્યો હતો. મહુઆ મોઇત્રાએ આ સમગ્ર મામલે તેના મિત્ર જય અનંત દેહદરાઈ અને બીજેપી સાંસદ નિશિકાંત દુબેને દોષી ઠેરવ્યા હતા. એથિક્સ કમિટીએ મહુઆને 2 નવેમ્બરે આ મામલે સવાલ-જવાબ માટે બોલાવ્યા છે.