ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપમાં જોડાવા અંગે દિનેશ ત્રિવેદીએ આપ્યું આ નિવેદન - ટીએમસી સાસંદ

તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સાંસદ દિનેશ ત્રિવેદીએ શુક્રવારે રાજ્યસભામાંથી રાજીનામું આપવાની ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે, મારા આત્માનો અવાજ આજે કહી રહ્યો છે કે, અહીં બેઠા બેઠા ચૂપચાપ રહેવું અને કશું બોલી શકતું નથી, તો એનાથી સારું છે કે તમે અહીંથી રાજીનામું આપીને બંગાળની ભૂમિમાં જઈને લોકોની સાથે રહો. તેમણે કહ્યું કે, તેઓ આજે રાજ્યસભામાંથી રાજીનામું આપી રહ્યા છે, પરંતુ દેશ માટે અને બંગાળ માટે હંમેશા કામ કરતાં રશે.

દિનેશ ત્રિવેદી
દિનેશ ત્રિવેદી

By

Published : Feb 12, 2021, 5:36 PM IST

Updated : Feb 12, 2021, 11:06 PM IST

  • તૃણમૂલ કોંગ્રેસના સાંસદ દિનેશ ત્રિવેદીએ આપ્યું રાજીનામું
  • ભાજપમાં જોડાવાના સવાલ અંગે આપ્યું નિવેદન
  • અંતરઆત્માના અવાજ ઉપર રાજીનામું આપ્યુંઃ દિનેશ ત્રિવેદી

ન્યુ દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સાંસદ દિનેશ ત્રિવેદીએ શુક્રવારે રાજ્યસભામાંથી રાજીનામું આપવાની ઘોષણા કરી છે. રાજ્યસભામાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાવાના સવાલ પર ટીએમસી નેતા દિનેશ ત્રિવેદીએ એક નિવેદનમાં કહ્યું કે, પેહેલા આપણે આપણી જાતને જાણી લઈએ, એક તક એવી આવે છે જ્યારે તમે મંથન કરો છો, આ મંથનનો સમય છે.

દરેક વ્યક્તિના જીવનમાં એક સમય તો એવા આવે છે જ્યારે તેમને અંતરઆત્માનો અવાજ સંભળાય છે

તૃણમૂલના સાંસદ દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, દરેક વ્યક્તિના જીવનમાં એક સમય તો એવા આવે છે જ્યારે તેમને અંતરઆત્માનો અવાજ સંભળાય છે. મારા જીવનમાં પણ આવો સમય આવ્યો છે. તેમણે કહ્યું કે, આપણે રાજકારણમાં દેશ માટે આવીએ છીએ. આપણા માટે દેશ સૌથી પહેલા હોય છે. તેમણે કહ્યું કે તેઓએ અંતરઆત્માના અવાજ ઉપર રાજીનામું આપ્યું છે.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ દિનેશ ત્રિવેદીએ આપ્યું રાજીનામું
Last Updated : Feb 12, 2021, 11:06 PM IST

ABOUT THE AUTHOR

...view details