- દિનેશ ત્રિવેદીએ રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કરી રાજીનામાની ઘોષણા
- દિનેશ ત્રિવેદી ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતા
- તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને વધુ એક મોટો ઝટકો, દિનેશ ત્રિવેદીએ કરી રાજીનામાની ઘોષણા
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને વધુ એક મોટો ઝટકો લાગ્યો હતો. રાજ્યસભાના સાંસદ અને તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આજે રાજ્યસભા બજેટ પર થઈ રહેલી ચર્ચા દરમિયાન રાજીનામાની ઘોષણા કરી દીધી હતી. દિનેશ ત્રિવેદી ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે.
આજે મારી આત્મા કઈ રહી છે કે, રાજીનામું આપી દો અને બંગાળની જનતા વચ્ચે રહો: દિનેશ ત્રિવેદી
રાજ્યસભામાં બજેટ પર થઈ રહેલી ચર્ચા દરમિયાન દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, 'આપણે ફક્ત જન્મભૂમિ માટે જ છીએ અને મારાથી જોઈ નથી શકાતું કે આપણે કરીએ તો શું કરીએ, આપણે એક પાર્ટીમાં છીએ તો મર્યાદિત છીએ પરંતુ હવે મને ગૂંગળામણ થઈ રહી છે, આપણે કંઈ નથી કરી રહ્યા, ત્યાં અત્યાચાર થઈ રહ્યો છે, આજે મારી આત્મા કઈ રહી છે કે, રાજીનામું આપી દો અને બંગાળની જનતા વચ્ચે રહો'
દેશ માટે, બંગાળ માટે હંમેશા કામ કરતો રહીશ: દિનેશ ત્રિવેદી
તૃણમૂલ કોંગ્રેસ નેતા દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, 'હું આજે અહીં (રાજ્યસભા)માં રાજીનામું આપુ છું અને દેશ માટે, બંગાળ માટે હંમેશા કામ કરતો રહીશ' સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, દિનેશ ત્રિવેદી ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે.