હૈદરાબાદ: સ્વસ્થ અને ચમકદાર ત્વચા માટે એલોવેરા (Tips to use aloe vera gel) જેલનો લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવે છે. એલોવેરા જેલ એક કુદરતી સૌંદર્ય ઉત્પાદન છે, જેનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. શિયાળાની ઋતુ શરૂ થવા જઈ રહી છે. આવા હવામાનમાં ત્વચા શુષ્ક અને ફાટેલી લાગે છે. આવી સ્થિતિમાં, ત્વચાને કુદરતી રીતે અંદરથી હાઇડ્રેટ રાખવા માટે (Use aloe vera gel to keep the skin hydrated) એલોવેરા જેલનો ઉપયોગ શ્રેષ્ઠ અને આર્થિક વિકલ્પ માનવામાં આવે છે. એલોવેરા જેલમાં ત્વચા માટે જરૂરી વિટામિન અને પ્રોટીન હોય છે, જે ત્વચાને પોષણ આપવાની સાથે ત્વચાને ચુસ્ત અને ચમકદાર બનાવે છે. એલોવેરા જેલ એક કુદરતી ઉત્પાદન છે, જેની કોઈ આડઅસર નથી. આવો જાણીએ, ત્વચાને હાઇડ્રેટ રાખવા (healthy and glowing skin) માટે એલોવેરા જેલનો ઉપયોગ.
મધ અને કેળા સાથે એલોવેરા જેલ: મધ અને કેળામાં (Aloe vera gel with honey and banana) મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, જે એલોવેરા જેલ સાથે ઉપયોગમાં લેવાથી શુષ્ક ત્વચાને હાઇડ્રેટેડ અને સ્વસ્થ બનાવી શકાય છે.
ઉપયોગ કરવાની પદ્ધતિ: એક ઉત્તમ અને કુદરતી મોઇશ્ચરાઇઝિંગ ફેસ પેક તૈયાર કરવા માટે, મિક્સરમાં 2 ચમચી એલોવેરા જેલ, અડધુ કેળું અને જરૂર મુજબ મધ મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. આ ફેસ પેક તૈયાર કર્યા પછી તેને બ્રશની મદદથી ચહેરા પર લગાવો અને તેને સૂકવવા માટે છોડી દો. જ્યારે ફેસ પેક સુકાઈ જાય ત્યારે તેને હૂંફાળા પાણીથી સાફ કરો.