ન્યૂઝ ડેસ્ક:ટેક્નોલોજીના આ યુગમાં બાળકોને મોબાઈલ (Child addicted to mobile) પ્રત્યે વિશેષ લગાવ છે. કોરોના યુગ પછી મોબાઈલ ફોન ઘણા બાળકોનો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો છે. આવી સ્થિતિમાં બાળકોને દિવસનો મહત્તમ સમય મોબાઈલ (good parenting for kids) સાથે વિતાવવો ગમે છે, જેના કારણે માતા પિતા પણ પરેશાન (parents guide for children mobile use) દેખાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, બાળકોની આ (Tips on parenting in the mobile era) ખરાબ આદત માટે તમારી કેટલીક ભૂલો પણ જવાબદાર હોઈ શકે છે.
સમય નક્કી કરી કરો: જો તમારા બાળકને મોબાઈલ ફોનની આદત પડી ગઈ હોય તો અચાનક બાળકોપાસેથી ફોન છીનવી લેવાને બદલે તેની આદત ધીમે ધીમે ઓછી કરવાનો પ્રયાસ કરો. આ માટે, તમે બાળકોના મોબાઈલના ઉપયોગ માટે સમય નક્કી કરી શકો છો.
TV પર ધ્યાન કેન્દ્રીત કરાવો:બાળકો પાસેથી મોબાઈલની આદત છોડાવવા માટે ફોનમાં તેમના મનપસંદ ટીવી શો કે, કાર્ટૂન મૂકવાનું ટાળો. બાળકોનો મનપસંદ શો ટીવી પર મૂકીને તમે બાળકોની મોબાઈલ પરની નિર્ભરતા ઘણી હદ સુધી ઘટાડી શકો છો.