સોલન: હિમાચલ પ્રદેશના સોલનમાં ટિમ્બર ટ્રેલ (Timber Trail Ropeway Accident) રોપવેમાં ટેકનિકલ ખામીના કારણે એક ટ્રોલી અધવચ્ચે ફસાઈ (ropeway accident in himachal pradesh) ગઈ હતી. આ ટ્રોલીમાં 11 લોકો હતા. તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રવાસીઓને ટ્રોલીમાંથી બહાર કાઢવા માટે બીજી કેબલ કારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 4થી 5 પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ કેટલાક પ્રવાસીઓ હજુ પણ ટ્રોલીમાં છે. આ પ્રવાસીઓને બહાર કાઢવા માટે હિમાચલ પોલીસના જવાનો સાથે રોપ-વેના ટેકનિકલ નિષ્ણાંતો (Technical Glitch in Timber Trail Ropeway) બચાવ કામગીરીમાં લાગેલા છે.
આ પણ વાંચો:આ ખેડૂતે કરી અનોખી ખેતી, જેનાથી મેળવે છે લાખોની કમાણી