લખીમપુર ખેરીઃજિલ્લામાં વાઘના હુમલા (Uttar Pradesh tiger attack) સતત વધી રહ્યા છે. ગુરુવારે, બોલા રેન્જ પછી પાણીની નજીકના એક ચોકીદારને વાઘે પોતાનો કોળીયો બનાવી લીધો હતો. છેલ્લા 6 દિવસમાં ગોલા વિસ્તારમાં વાઘના હુમલામાં આ ચોથું મૃત્યુ છે. જેના કારણે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. DFO દક્ષિણ ખેરી સંજય બિસ્વાલ કહે છે કે, ઘટનાઓ અલગ રીતે બની રહી છે.
Uttar Pradesh tiger attack: ખુંખાર વાઘના હુમલામાં ચોકીદારનું મોત - लखीमपुर खीरी में बाघ का हमला
Uttar Pradesh tiger attack: લખીમપુર ખેરીમાં વાઘના હુમલાથી લોકોમાં ભયનો માહોલ છે. ગુરુવારે, વાઘે ફાર્મ હાઉસના ચોકીદારને પોતાનો કોળીયો બનાવી લીધો. ગોલા વિસ્તારમાં વાઘના હુમલામાં 6 દિવસમાં આ ચોથું મોત છે.

લોકોને ખેતરો-જંગલોમાં ન જવા અપીલ: અમે ત્રણ દિવસથી આ વિસ્તારમાં પડાવ નાખી રહ્યા છીએ. લોકોને શેરડીના ખેતરો અને જંગલોમાં ન જવા અપીલ કરવામાં આવી છે. બજાજ સુગર મિલ્સ ફાર્મ દક્ષિણપુરી ફોરેસ્ટ ડિવિઝનના ગોલા રેન્જમાં અલીગંજ રોડ પર જમુનાબાદ ફાર્મ પાસે હીરાલાલ નામનો ચોકીદાર ખેતરની ચોકી કરતો હતો. હીરાલાલનો મૃતદેહ ગુરુવારે સવારે શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો. તપાસમાં ત્યાં વાઘના પગમાર્ક મળી આવ્યા હતા. વાઘ (tiger attack in lakhimpur kheri) ચોકીદાર હીરાલાલને ખેંચીને શેરડીના ખેતરમાં લઈ ગયો અને તેને પણ ખાઈ ગયો. જેમાં હીરાલાલનું અવસાન થયું હતું. માહિતી મળતાં જ પોલીસ અને વન વિભાગની ટીમ સવારે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેન્જર સંજીવ તિવારીએ જણાવ્યું કે વાઘના હુમલાની આશંકા છે. અમે તપાસ કરી રહ્યા છીએ.
જંગલની આસપાસના ખેતરોની રક્ષા:DFO દક્ષિણ સંજય બિસ્વાસે ગોલા વિસ્તાર અને જંગલની આસપાસના વિસ્તારના લોકોને જંગલમાં ન જવાની ચેતવણી આપી છે. જો તમે જંગલની આસપાસના ખેતરોની રક્ષા કરવા જાઓ છો, તો એકલા ન રહો. શેરડીના ખેતરમાં જાઓ તો પણ અવાજ કરીને જાવ કે સમૂહમાં જાવ. ડીએફઓ સંજય બિસ્વાસે જણાવ્યું કે આ વિસ્તારમાં ફોરેસ્ટ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઘટનાઓ અલગ અલગ જગ્યાએ બની રહી છે. તેમની ટીમ લોકોને જાગૃત કરી રહી છે. તે જ સમયે, વાઘ અને દીપડાના હુમલામાં મૃત્યુને (watchman killed in tiger attack ) કારણે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. વન વિભાગ પર પણ દબાણ વધી રહ્યું છે.