બેઈજિંગઃ ચીનની તિબેટ એરલાઈન્સના એક પ્લેનમાં આગ લાગી હતી. સદનસીબે કોઈનું મૃત્યુ થયું નથી. દેશના દક્ષિણ પશ્ચિમ શહેર ચોંગકિંગમાં ગુરુવારે A319 પેસેન્જર પ્લેન રનવે પરથી પડી ગયું હતું અને તેમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 40થી વધુ લોકો ઘાયલ થયા (tibet airlines jet overruns runway catches fire) છે. તિબેટ એરલાઈન્સે જણાવ્યું હતું કે, તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં ચોંગકિંગથી નિંગચી જતી ફ્લાઈટમાં સવાર તમામ 113 મુસાફરો અને નવ ક્રૂ સભ્યોને બહાર કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચો:રાંચી એરપોર્ટ પર દિવ્યાંગ બાળકને રોકવાના મામલે DGCAની તપાસ શરૂ
આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો: ચાઇના ગ્લોબલ ટેલિવિઝન નેટવર્ક (CGTN) એ અહેવાલ આપ્યો છે કે, નાની ઇજાઓવાળા 40થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન (સીસીટીવી) દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડિયો ફૂટેજમાં ચોંગકિંગ જિઆંગબેઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તિબેટ એરલાઇન્સના પ્લેનમાંથી જ્વાળાઓ અને કાળા ધુમાડા નીકળતા દેખાય છે, હોંગકોંગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે અહેવાલ આપ્યો છે. સ્લાઇડ દ્વારા લોકોને પાછલા દરવાજેથી બહાર કાઢવામાં આવ્યા હતા. વીડિયોમાં લોકો પ્લેનમાંથી ભાગતા જોઈ શકાય છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને રનવે બંધ કરી દેવામાં આવ્યો છે. પ્લેન તિબેટના નિંગચી માટે રવાના થવાનું હતું ત્યારે આગ લાગી હતી. એરલાઈને કહ્યું છે કે, અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:સાંસદ દિયા કુમારીએ તાજમહેલને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું આ સંપત્તિ...
વિમાનમાં 132 લોકો સવાર: A319 એરક્રાફ્ટ નવ વર્ષ જૂના છે. તિબેટ એરલાઇન્સ એ લ્હાસા સ્થિત પ્રાદેશિક એરલાઇન છે. તેની પાસે A319 ના 28 એરક્રાફ્ટ સહિત લગભગ 39 એરક્રાફ્ટનો કાફલો છે. નોંધપાત્ર રીતે, 21 માર્ચે, ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સનું બોઇંગ 737 દક્ષિણ ચીનના પર્વતોમાં ક્રેશ થયું હતું. વિમાનમાં 132 લોકો સવાર હતા. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.