ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Ukrainian Plane Crash : વિમાન દુર્ઘટનામાં યુક્રેનના ત્રણ સૈન્ય પાયલોટના મોત

કિવની પશ્ચિમે આવેલા વિસ્તારમાં બે L-39 લડાકુ પ્રશિક્ષણ એરક્રાફ્ટ અથડાતાં મહત્વાકાંક્ષી F-16 'મેગા ટેલેન્ટ' સહિત ત્રણ યુક્રેનિયન લશ્કરી પાઇલોટ્સ માર્યા ગયા હતા. યુક્રેનના સ્ટેટ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (SBI) દ્વારા અકસ્માતના સંજોગોની તપાસ કરવામાં આવી રહી છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2023, 1:45 PM IST

કિવ: યુક્રેનિયન વાયુસેનાએ શનિવારે જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં ત્રણ યુક્રેનિયન પાઇલટ માર્યા ગયા છે. 25 ઓગસ્ટના રોજ કિવથી લગભગ 140 કિલોમીટર (87 માઇલ) પશ્ચિમમાં ઝાયટોમીર શહેરની નજીક બની હતી. એરફોર્સના જણાવ્યા અનુસાર, બે L-39 કોમ્બેટ ટ્રેનિંગ એરક્રાફ્ટના ક્રૂ એક લડાયક મિશન હાથ ધરતી વખતે અથડાયા હતા.

વાયુસેનાએ વ્યક્ત કરી સંંવેદના: વાયુસેના વતી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહેવામાં આવ્યું હતું કે 'આ આપણા બધા માટે દુઃખદાયક અને ન ભરાઈ શકાય તેવી ખોટ છે. સીએનએન અનુસાર જુસ મિગ-29 પાયલોટ હતો અને 'ઘોસ્ટ ઓફ કિવ' નામના યુનિટનો ભાગ હતો, જેણે યુદ્ધની શરૂઆતમાં મધ્ય અને ઉત્તર યુક્રેનનું રક્ષણ કર્યું હતું. ગયા વર્ષે સીએનએનના એન્ડરસન કૂપર સાથેના એક ઇન્ટરવ્યુમાં, જ્યુસે કહ્યું હતું કે તેને તેનું હુલામણું નામ અમેરિકાની મુલાકાત વખતે મળ્યું હતું. તેણે કહ્યું કે તેના મિત્રોએ તેને આ હુલામણું નામ આપ્યું કારણ કે તે દારૂ પીતો ન હતો અને તેના બદલે હંમેશા જ્યુસ માંગતો હતો.

અકસ્માતના સંજોગોની તપાસ: જ્યુસે જૂનમાં ફરીથી સીએનએન સાથે વાત કરી અને કહ્યું કે તે માને છે કે પશ્ચિમી દેશો માટે યુક્રેનને યુએસ ફાઇટર જેટ પ્રદાન કરવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે અમારી કાઉન્ટર સ્ટ્રાઈક જમીન પરના અમારા લોકો માટે વધુ અસરકારક અને વધુ સુરક્ષિત બની શકે છે. યુક્રેનના સ્ટેટ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (SBI) દ્વારા અકસ્માતના સંજોગોની તપાસ કરવામાં આવી રહી છે.

(ANI)

  1. Shooting In America : ફ્લોરિડામાં વંશીય હુમલામાં ત્રણ લોકોની ગોળી મારીને હત્યા, હુમલાખોરે ખુદને મારી ગોળી
  2. India China Talks: ચીન સાથે વાતચીતની પહેલ પર ઉઠ્યા સવાલ, ભારતે ચીનના દાવાને નકારી કાઢ્યો, જાણો શું છે મામલો

ABOUT THE AUTHOR

...view details