ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મૂ-કશ્મીર: સર્ચ ઓપરેશનના 14માં દિવસે આતંકવાદીઓનું સુરક્ષાબળો પર ફાયરિંગ, 3 ઈજાગ્રસ્ત

જમ્મૂ-કશ્મીર પોલીસે કહ્યું કે, લશ્કર-એ-તૌયબાના આતંકી જિયા મુસ્તફાને આતંકવાદીઓના ગુપ્ત આશ્રયસ્થાનની ઓળખ માટે ભાટા દુરિયન લઈ જવામાં આવી રહ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેની સામે સેના અને પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં 3 સુરક્ષા કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.

જમ્મૂ-કશ્મીર: સર્ચ ઓપરેશનના 14માં દિવસે આતંકવાદીઓનું સુરક્ષાબળો પર ફાયરિંગ, 3 ઈજાગ્રસ્ત
જમ્મૂ-કશ્મીર: સર્ચ ઓપરેશનના 14માં દિવસે આતંકવાદીઓનું સુરક્ષાબળો પર ફાયરિંગ, 3 ઈજાગ્રસ્ત

By

Published : Oct 24, 2021, 10:58 AM IST

  • જમ્મૂ કશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે ગોળીબાર
  • ગોળીબારમાં 3 સુરક્ષાકર્મીઓને પહોંચી ઈજા, આતંકી પણ ઈજાગ્રસ્ત
  • આતંકીને લઈને તેમના ગુપ્ત આશ્રયસ્થાન તરફ જઈ રહ્યા હતા

શ્રીનગર: જમ્મૂ-કશ્મીરમાં સુરક્ષાબળો દ્વારા પાકિસ્તાની આતંકવાદી જિયા મુસ્તફાને આતંકીઓના ગુપ્ત આશ્રયસ્થાનની ઓળખ માટે પૂંછ જિલ્લાના ભાટા દુરિયન લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન પોલીસ અને સૈન્યની ટીમ આશ્રયસ્થાનની નજીક પહોંચી ત્યારે આતંકીઓ તરફથી અચાનક ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો.

જમ્મૂ-કશ્મીર: સર્ચ ઓપરેશનના 14માં દિવસે આતંકવાદીઓનું સુરક્ષાબળો પર ફાયરિંગ, 3 ઈજાગ્રસ્ત

2 પોલીસ કર્મી અને એક જવાન ઈજાગ્રસ્ત

પોલીસના જણાવ્યા પ્રમાણે, આતંકીઓની ગોળીઓથી 2 પોલીસ કર્મીઓ અને એક જવાનને ઈજાઓ પહોંચી છે. સમગ્ર ઘટના દરમિયાન આતંકી જિયા મુસ્તફાને પણ ઈજાઓ પહોંચી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ભારે ગોળીબારને કારણે તેને ભાટા દુરિયનમાંથી નિકાળવામાં આવી શક્યો ન હતો.

ABOUT THE AUTHOR

...view details