ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પેપર મિલમાં લાગેલી આગમાં ત્રણ જીવતા ભૂંજાયા - ચિત્તૂર

આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં પેપર પ્લેટ્સ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીમાં આગ લાગવાની ઘટનામા 3 લોકોના મૃત્યુ થયા છે. ( fire accident at a paper plates manufacturing industry)મૃત્યુ પામનાર ઉદ્યોગના માલિક ભાસ્કર, તેમના પુત્ર દિલ્હીબાબુ અને બાલાજીની ઓળખ થઈ છે. આગ લાગવાની સાથે ધુમાડો થવાથી બચાવ કામગીરી મુશ્કેલ બની હતી.(Three people were burnt alive in a fire)

પેપર પ્લેટ્સ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીમાં લાગેલી આગમાં ત્રણ લોકો જીવતા ભુંજાયા
પેપર પ્લેટ્સ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીમાં લાગેલી આગમાં ત્રણ લોકો જીવતા ભુંજાયા

By

Published : Sep 21, 2022, 8:41 PM IST

Updated : Sep 22, 2022, 7:42 AM IST

ચિત્તૂર (આંધ્ર પ્રદેશ): પેપર પ્લેટ્સ બનાવવાના ઉદ્યોગમાંઆગફાટી નીકળી હતી.(aandhra pradesh) અને ત્રણ લોકો જીવતા દાઝી ગયા હતા. આ ઘટના (Three people were burnt alive in a fire) ચિત્તૂરની રંગાચારી સ્ટ્રીટ પર બની હતી. મૃતકોની ઓળખ ઉદ્યોગના માલિક ભાસ્કર (ઉ.વ.65), તેમના પુત્ર દિલ્હીબાબુ (ઉ.વ.35) અને બાલાજી (ઉ.વ.25) તરીકે કરવામાં આવી છે.

પરિવારમાં ભારે શોક:માહિતી મળતાં જ ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, અને બે એન્જિન વડે આગને કાબુમાં લીધી હતી. પોલીસનું માનવું છે કે, આ અકસ્માતનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. ઈન્ડસ્ટ્રીના માલિક .(fire accident paper plates industry) ભાસ્કરના પુત્ર, દિલ્હીબાબુસોફ્ટવેર એન્જિનિયરતરીકે કામ કરતા હતા. તેમના જ જન્મદિવસે તેમના અવસાનથી તેમના પરિવારમાં ભારે શોક છવાઈ ગયો હતો.

ત્રણ લોકો રૂમમાં રોકાયા હતા: ચિત્તૂર ફાયર સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, 'ઘટના બુધવારે સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે આગ લાગી ત્યારે ફેક્ટરી સાથે સંબંધિત ત્રણ લોકો અહીંના રૂમમાં રોકાયા હતા. આગ બેકાબૂ બનતા 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા'.

થોડા સમયમાં મૃત્યુ પામ્યા:તેમણે આગળ કહ્યુ, 'અમે સ્થળ પર પહોંચ્યા અને જોયું કે ધુમાડાના ધુમાડા ફેક્ટરીને ઘેરી વળ્યા હતા. અમને આગ અને ધુમાડો દૂર કરવામાં થોડો સમય લાગ્યો હતો, ત્યાર પછી અમે ત્રણ બેભાન લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા, અને તેમને તબીબી સારવાર શરૂ કરી હતી, પરંતુ તેઓ થોડા સમયમાં મૃત્યુ પામ્યા હતા'

Last Updated : Sep 22, 2022, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details