- અફઘાનિસ્તાનમાં અમેરિકી એરફોર્સ (US Airforce)ના વિમાન પર લોકો લટકી ગયા હતા
- વિમાનમાં લટકેલા લોકોમાંથી ત્રણ લોકો વિમાનમાંથી નીચે પડતા તેમનું મોત થયું હતું
- વિમાનમાંથી પડેલો એક વ્યક્તિ અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય યુવા ફૂટબોલ ટીમનો ખેલાડી જાકી અનવારી (Zaki Anwari, a member of Afghanistan's national youth football team) હતો
ન્યૂઝ ડેસ્કઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓના કબજા પછી લોકોમાં અફરાતફરી જોવા મળી રહી છે. તો કાબુલ એરપોર્ટ પર પણ ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. હાલમાં જ જ્યારે 16 ઓગસ્ટે અમેરિકાના એરફોર્સનું વિમાન લોકોને બચાવવા માટે કાબુલ એરપોર્ટ પર પહોંચ્યું હતું. તે સમયે લોકો પોતાનો જીવ બચાવવા માટે વિમાનની પાછળ ભાગતા જોવા મળ્યા હતા. તો કેટલાક લોકો તો વિમાનના પૈડા પર લટકી પણ ગયા હતા. જ્યારે વિમાન આકાશમાં ગયું તો વિમાન પર લટકેલા ત્રણ લોકો ટપોટપ નીચે પડી ગયા હતા. તો આ ફ્લાઈટમાંથી નીચે પડનારા લોકોમાંથી એક વ્યક્તિ અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય ટીમનો ફૂટબોલર જાકી અનવારી (Zaki Anwari, a member of Afghanistan's national youth football team) હતો, જેનું મોત થયું છે. અમેરિકી વિમાનમાંથી પડી જવાથઈ અનવારીનું મોત થયું છે.
કાબુલ એરપોર્ટ પર પહોંચેલા લોકોમાંથી ફૂટબોલર જાકી અનવારી પણ સામેલ હતો