ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈ-પૂણે એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત: એક પછી 6 ગાડીઓ ભટકાઈ, 3ના મોત - ખંડાલાઘાટની પાસે અકસ્માત

મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે (Mumbai Pune Expressway) પર સોમવાર સવારે સર્જાયેલા ભયંકર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા છે, જેમાંથી 2 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.એક પછી એક 6 વાહનો ટકરાવા (Six vehicles collided)ના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો.

મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, એક પછી એક ટકરાઈ 6 ગાડીઓ
મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, એક પછી એક ટકરાઈ 6 ગાડીઓ

By

Published : Oct 18, 2021, 12:47 PM IST

  • મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર સર્જાયો ભયંકર અકસ્માત
  • અકસ્માતમાં 3 લોકોના મોત, 6 લોકો ઘાયલ
  • ટ્રક અને ટ્રેલર વચ્ચે આવેલી સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ વળી ગયો

મુંબઈ: મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે (Mumbai Pune Expressway) પર સોમવારના એક ખતરનાક અકસ્માત સર્જાયો. અહીં એક પછી એક 6 ગાડીઓ ટકરાઈ. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ત્યાં પહોંચી અને રેસ્ક્યૂ ઑપરેશન (Rescue Operation) કર્યું. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ અકસ્માત ખંડાલાઘાટ (Khandala Ghat)ની પાસે થયો છે. સોમવારની સવારે 5:30એ આ ભયંકર અકસ્માત સર્જાયો છે.

હાઇવે પર લાગી વાહનોની લાંબી લાઇન

3 કાર, એક પ્રાઇવેટ બસ, એક ટેમ્પો અને એક ટ્રેલર ખરાબ રીતે ડેમેજ થયા છે. આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને 6 લોકો ઘાયલ થઈ ગયા છે. તેમને એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે, જ્યાં 2 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અકસ્માત બાદ પુણેથી મુંબઈ જનારો હાઇવે સંપૂર્ણ રીતે અવરોધિત થયો હતો, જેના કારણે હાઇવે પર વાહનોની લાંબી લાઇનો લાગી હતી. જો કે હવે ટ્રાફિક હટાવવામાં આવ્યો છે.

બે મોટી ગાડીઓ વચ્ચે કારનો કચ્ચરઘાણ વળી ગયો

અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

મૃત્યુ પામેલા લોકોમાં સામેલ ત્રણેય લોકો કારમાં હતા. નજરે જોનારા લોકોનું કહેવું છે કે રોડકિનારે ઉભેલા મરઘીઓના ટ્રક સાથે એક કાર અથડાઈ, ત્યારબાદ પૂરઝડપે આવી રહેલું ટ્રેલર કાર સાથે ટકરાયું. આના કારણે કાર સંપૂર્ણ રીતે ડેમેજ થઈ ગઈ. તેમાં મુસાફરી કરી રહેલા લોકોના મૃતદેહો પણ નીકાળી શકાયા નથી. ઘટનાસ્થળે હાઈવે પોલીસની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે.

અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરની ભૂલ

અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરની ભૂલ સામે આવી રહી છે. અત્યારે પોલીસે તેની અટકાયત કરી છે. અકસ્માતમાં 2 મોટી ગાડીઓ વચ્ચે સ્વિફ્ટ ફસાઇ છે. આ કાર પુણેથી મુંબઈ જઇ રહી હતી. બોરઘાટ પોલીસ, ખોપોલી ટ્રાફિક પોલિસ, IRB, ડેલ્ટા, મૃત્યુંજય દેવદૂત યંત્ર સંસ્થાના કાર્યકરો દ્વારા રેસ્ક્યૂ ઑપરેશન કરવામાં આવ્યું.

આ પણ વાંચો: દિલ્હીની LNJP હોસ્પિટલમાં આગ લાગવાથી તમામ સામાન બળિને ખાખ

આ પણ વાંચો: રામ રહીમને આજે રણજીત હત્યા કેસમાં સજા સંભળાવવામાં આવશે, પંચકુલામાં કલમ 144 જાહેર

ABOUT THE AUTHOR

...view details