શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ (Three militants killed in Pulwama encounter) ચાલી રહી છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. પોલીસ અને સુરક્ષા દળોએ પહુ વિસ્તારમાં આતંકીઓને ઘેરી (Encounter in Kashmir) લીધા છે. આ એન્કાઉન્ટરમાં જવાનોએ 3 આતંકીઓને ઠાર કર્યા છે.
આ પણ વાંચો:Acharya pre-release event: રાજામૌલીએ આચાર્ય પ્રી રીલીઝ ઈવેન્ટમાં ચિરંજીવી માટે કહી મોટી વાત
પોલીસ ટીમ પર ગોળીબાર: બાતમીદારો દ્વારા મળેલી બાતમીના આધારે, સુરક્ષા દળોને આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, જેના પછી સુરક્ષા દળોએ પોલીસની સાથે ઓળખાયેલા વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો, ત્યારબાદ જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને ફાયરિંગ શરૂ કરી દીધું.