ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિન-કાશ્મીરી મજૂરની હત્યા કેસમાં ત્રણ આતંકવાદીઓની થઈ ધરપકડ - બિન કાશ્મીરી મજૂરની હત્યાનો મામલો

જમ્મુ-કાશ્મીરના સદુનારામાં બિહારના એક મજૂર મોહમ્મદ અમરેજની હત્યાના (A laborer from Bihar was killed) સંબંધમાં ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ લોકો પાસેથી હથિયાર પણ જપ્ત કર્યા છે.

બિન-કાશ્મીરી મજૂરની હત્યા કેસમાં ત્રણ આતંકવાદીઓની થઈ ધરપકડ
બિન-કાશ્મીરી મજૂરની હત્યા કેસમાં ત્રણ આતંકવાદીઓની થઈ ધરપકડ

By

Published : Sep 18, 2022, 8:36 AM IST

જમ્મુ-કાશ્મીર:જમ્મુ-કાશ્મીરના સદુનારામાં બિહારના મજૂર મોહમ્મદ અમરેજની હત્યાના સંબંધમાં ત્રણની ધરપકડ (Three arrested in the killing of a laborer in Bihar) કરવામાં આવી છે. આ મામલાની તપાસ માટે SITની વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. આ કેસમાં પોલીસે હથિયારો પણ કબજે કર્યા છે. તમામ આરોપીઓ સાદુનારાના રહેવાસી છે અને તેઓ પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબાના હેન્ડલરના સંપર્કમાં હતા. બાંદીપોરાના SSP મોહમ્મદ જાહિદ મલિકે આ માહિતી આપી હતી.

ગોળી મારીને કરવામાં આવી હત્યા: મળતી માહિતી મુજબ, બાંદીપોરા પોલીસે શનિવારે કહ્યું કે, તેમણે બાંદીપોરા જિલ્લાના હાજિનના સુદનારા વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરીને એક બિન-સ્થાનિક મજૂરની હત્યાનો મામલો (case of killing of a non-local labourer in bihar) ઉકેલી લીધો છે. બાંદીપોરાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક મોહમ્મદ ઝાહિદ મલિકે પત્રકારોને જણાવ્યું હતું કે, 11-12 ઓગસ્ટની વચ્ચેની રાત્રે બિહારના મોહમ્મદ અમરેજ નામના મજૂરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં SITની રચના કરવામાં આવી હતી અને સ્થાનિક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને આતંકીઓની સંડોવણીની જાણકારી મળી હતી.

ત્રણેય આરોપીની ધરપકડ: તેમણે જણાવ્યું કે, તપાસ દરમિયાન પહેલા તે યુવકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા અને પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ બાદ જાણવા મળ્યું કે, બિન-કાશ્મીરી મજૂરને ત્રણ સ્થાનિક આતંકવાદીઓએ (Case of killing of a non local labourer in bihar) માર્યો હતો. આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ વસીમ અકરમ, યાવર રિયાઝ અને મુઝમિલ શેખ તરીકે થઈ છે. આ ત્રણ યુવકો લશ્કર-એ-તૈયબાના હેન્ડલર બાબરના સંપર્કમાં હતા. તેણે વધુમાં કહ્યું કે, બાબરે તેને સૂચના આપી હતી કે બિન-સ્થાનિક કામદારોમાં ડર પેદા કરવા માટે તેણે કોઈપણ બિન-સ્થાનિક મજૂરને મારી નાખવો પડશે. SSPએ વધુમાં જણાવ્યું કે, તપાસ દરમિયાન તેના કબજામાંથી એક પિસ્તોલ, એક મેગેઝિન અને ચાર રાઉન્ડ ગોળીઓ પણ જપ્ત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details