- અરબપતિ રાજનૈતિક ઘરના 3 સભ્યો મેદાનમાં
- કતિગોરા, ઉધરબોન્ડ અને અલ્ગાપુર બેઠક પરથી ચૂંટણી લડશે ચૂંટણી
- પરિવારની કુલ સંપતિ 142.57 કરોડ રૂપિયા
આસામ : વંશવાદની રાજનીતિની ટીકાની પરવા કર્યા વગર એક અરબપતિ રાજનૈતિક ઘરના 3 સભ્યો આસામ વિધાનસભાની ચૂંટણીમાં બરાક ખીણના અલગ અલગ બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. સતત છ વાર ધારાસભ્ય અને ભાજપમાં જોડાયેલા પૂર્વ કોંગી પ્રધાન ગૌતમ રોય, તેમનો પુત્ર તેમજ પૂર્વ ધારાસભ્ય રાહુલ તથા તેની પુત્રવધુ ડેઝી ક્રમશ: કતિગોરા, ઉધરબોન્ડ અને અલ્ગાપુર મત વિસ્તારથી ચૂંટણી લડી રહ્યા છે. ડેઝી પ્રથમવાર ચૂંટણી લડી રહી છે.
બીજા તબક્કામાં એક એપ્રીલના રોજ મતદાન યોજાશે
આ 3 મત વિસ્તાર કછાર અને હૈલાકાંડી જિલ્લાના તાબા હેઠળ આવે છે, જ્યા બીજા તબક્કામાં એક એપ્રીલના રોજ મતદાન યોજાશે. ત્રણેય ઉમેદવારોના સોંગદનામા મુજબ બરાક ખીણના કદાવર પરિવારની કુલ સંપતિ 142.57 કરોજ રૂપિયા છે. ગૌતમ રોયની પત્ની મંદિરા 2013ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી અલ્ગાપુર બેઠક પર જીત મેળવીને ધારાસભ્ય બની હતી, જ્યારે તેમના પિતા સંતોષ કુમાર રોય 1972-78 સુધી કતલીચેર્રા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
હું આ વખતે કતિગોરા બેઠક પરથી ચૂંટણી જીતીશ - ગૌતમ રોય
રોય પર્ટી વિરોધી ગતિવિધિ કરવા બદલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ રોયે જણાવ્યું હતું કે, આ પાર્ટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, જેની સામે મને કોઇ વાંધો નથી. હું આ વખતે કતિગોરા બેઠક પરથી ચૂંટણી જીતીશ તેવો મને વિશ્વાસ છે.
આ પણ વાંચો -આસામ વિધાનસભા ચૂંટણી 2021 : પ્રથમ તબક્કામાં 72.14 ટકા મતદાન
2011 અને 2016માં ચૂંટણી હારી ગયા હતા રાહુલ રોય
ગૌતમ રોયના પુત્ર રાહુલે 2006માં કોંગ્રેસ તરફથી અલ્ગાપુર સીટ પર જીત મેળવી હતી, પરંતું 2011 અને 2016માં ચૂંટણી હારી ગયા હતા. તેમને CAAના સમર્થનમાં 2019માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હાલ યોજાઇ રહેલી ચૂંટણીમાં અલ્ગાપુર બેઠક પર તેમની પત્ની ડેઝી અને તેઓ પોતે ઉધરબોન્ડ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પોતાના પુત્ર અને પુત્રવધુ વિશે વાત કરતા ગૌતમ રોય જણાવ્યું હતું કે, તેઓ મેચ્યોર છે, તેમને સ્વતંત્ર રહે છે અને તેમનો વ્યવસાય પણ સ્વતંત્ર છે. તેમને ચૂંટણી લડવાનો નિર્ણય પણ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, જેથી મારે આ બાબતે કોઇ વાત કરવી નથી.