હરિદ્વાર: જગદગુરુ શંકરાચાર્ય સ્વામી રાજરાજેશ્વરાશ્રમને એક અજીબ ધમકીભર્યો પત્ર (Threatening letter to Shankaracharya) મળ્યો છે. પત્રની ભાષા હિન્દી છે. પત્રમાં આપવામાં આવેલી ધમકી કવિતાના રૂપમાં લખવામાં આવી છે. પત્રના અંતમાં તાલિબાન લખવામાં આવ્યું છે. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી રાજરાજેશ્વરાશ્રમને ધમકીભર્યો પત્ર મળ્યા બાદ ઉત્તરાખંડ પોલીસ સક્રિય થઈ ગઈ છે. હરિદ્વારમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે ધમકીભર્યા પત્રની તપાસ શરૂ કરવામાં આવી છે.
પત્ર કોણે અને શા માટે મોકલ્યો?
જગદગુરુ શંકરાચાર્ય સ્વામી રાજરાજેશ્વરાશ્રમ RSS અને BJP સાથે જોડાયેલા મોટા સંત (Saints associated with RSS and BJP)છે. તેમને ધમકીભર્યો પત્ર મળતાં હરિદ્વાર પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ ધમકીભર્યા પત્રની દરેક પાસાઓથી તપાસ કરી રહી છે. આ પત્ર કોણે અને શા માટે મોકલ્યો તે પોલીસ તપાસનો વિષય છે. પત્ર મોકલનારે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી રાજરાજેશ્વરાશ્રમને જ ધમકી આપવા માટે કેમ પસંદ કર્યા?
તપાસ માટે પોલીસની એક ટીમ લાગી
હરિદ્વારના CO સિટી શેખર સુયલે જણાવ્યું કે, પત્ર પોસ્ટ મારફતે આવ્યો છે. આ કોઈની ટીખળ જેવું લાગે છે, પરંતુ પોલીસ હજુ પણ ધમકીભર્યા પત્રને હળવાશથી લઈ રહી નથી. પોલીસે તાત્કાલિક કેસ નોંધ્યો છે. આ મામલે ટૂંક સમયમાં જ ખુલાસો કરવામાં આવશે. એક ટીમ તપાસમાં મૂકવામાં આવી છે.