અમદાવાદના યુવકે અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની આપી ધમકી - threatened to blast ayodhya with bomb
અમદાવાદનાં યુવક દ્વારા અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહીતી પ્રમાણે યુવક અમદાવાદનો રહેવાસી છે.
અમદાવાદના યુવકે અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની આપી ધમકી
અયોધ્યાઃ આજે ગુરુવારે સવારે અમદાવાદના યુવક દ્વારા ઉત્તર પ્રદેશમાં આવેલ અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ માહીતી મળતા જ પોલીસ વિભાગ સતર્ક થઈ ગયો હતો અને અયોધ્યાની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફોન ગુજરાતના કોઇ યુવકે કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. જે અંગે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.