ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bhima Koregaon War: ભીમા- કોરેગાંવ યુદ્ધના 204 વર્ષ પૂર્ણ થવા પર હજારો લોકો પહોંચ્યા વિજયસ્તંભ - વિજયસ્તંભ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર, રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વાલ્સે પાટીલ, સમાજ કલ્યાણ પ્રધાન ધનંજય મુંડે પણ આજે 1 જાન્યુઆરીએ (Bhima Koregaon War) સવારે પેરને ગામ પાસે આવેલા જયસ્તંભમાં (Ajit Pawar Visit Jaystambh) પહોંચ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્રે કોરોના વાઈરસ ચેપને ધ્યાનમાં રાખીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને અને 10 વર્ષથી નીચેના બાળકોને વિજયસ્તંભની મુલાકાત લેવાનું ટાળવા માટે અપીલ કરી હતી.

Bhima Koregaon War
Bhima Koregaon War

By

Published : Jan 1, 2022, 1:44 PM IST

પુણે: ભીમા- કોરેગાંવ યુદ્ધના 204 વર્ષ પૂર્ણ (204 YEARS OF KOREGAON BHIMA WAR) થવા પર શનિવારે સવારે હજારો લોકોએ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સ્થિત વિજયસ્તંભ સ્મારક (Ajit Pawar Visit Jaystambh) પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ વખતે કોવિડ- 19ના વધતા જતા કેસ અને તેને લગતા પ્રતિબંધો હોવા છતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જ્યારે અગાઉ 203મી વર્ષગાંઠના અવસરે કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઓછી સંખ્યામાં લોકો વિજયસ્તંભમાં પહોંચ્યા હતા.

વૃદ્ધો અને બાળકોને વિજયસ્તંભની મુલાકાત લેવાનું ટાળવા અપીલ કરાઈ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર, રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વાલ્સે પાટીલ, સમાજ કલ્યાણ પ્રધાન ધનંજય મુંડે પણ આજે સવારે પેરને ગામ પાસે આવેલા વિજયસ્તંભમાં પહોંચ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્રે કોરોના વાઈરસ ચેપને ધ્યાનમાં રાખીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને અને 10 વર્ષથી નીચેના બાળકોને વિજયસ્તંભની મુલાકાત લેવાનું ટાળવા માટે અપીલ કરી હતી.

બે વર્ષ પહેલા 200 વર્ષ પૂર્ણ થવા પર ભડકી હતી હિંસા

સ્મારક પાસે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત છે અને કોવિડ- 19ની તપાસ વગેરે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પુણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલમ 144 હેઠળ જાહેર કરાયેલા આદેશ અનુસાર સ્મારકની આસપાસના ગામડાઓમાં બેનરો વગેરે લગાવવા, અફવા ફેલાવવાની સંભાવના હોય, સમુદાયોમાં નફરત પેદા કરી શકે, વગેરે જેવી સામગ્રી પોસ્ટ કરવી પ્રતિબંધિત છે. આ આદેશ 30 ડિસેમ્બરની મધ્યરાત્રિથી અમલી છે, જે 2 જાન્યુઆરીના રોજ સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. નોંધનીય છે કે, આ યુદ્ધના 200 વર્ષ પૂરા થવા પર આયોજિત કાર્યક્રમ દરમિયાન ભીમા-કોરેગાંવ ગામ પાસે હિંસા ભડકી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ઘટનાના એક દિવસ પહેલા પુણેમાં એલ્ગાર પરિષદના કાર્યક્રમમાં "ઉશ્કેરણીજનક" ભાષણો દ્વારા હિંસા ભડકી હતી.

આ યુદ્ધથી પેશ્વાઓની પેશ્વાહી ખતમ થઈ હતી

ઉલ્લેખનીય છે કે, 1 જાન્યુઆરી 1818ના દિવસે બ્રિટીશ સેનાના 500 મહારો અને બાજીરાવ પેશ્વાની 28000ની સેના વચ્ચે આ ભીષણ યુદ્ધ (Bhima Koregaon War) થયું હતું અને આ યુદ્ધથી પેશ્વાઓની પેશવાહી ખતમ થઈ હતી. પેશ્વાઓએ મહાર સમુદાય પર કરેલા અમાનવીય અત્યાચારો અને તેમના પર લગાવેલા માર્શલ લોથી ત્રસ્ત મહાર સમુદાયે પોતાના મૃત્યુની પરવા કર્યા વિના પેશ્વાઓની 28000ની સેનાનું કચ્ચરઘાણ વાળી દીધું હતું. પોતાના સન્માન માટે થયેલા આ યુદ્ધમાં શહીદ થયેલા શહીદો માટે અંગ્રેજોએ વિજય સ્તંભનું નિર્માણ કર્યું હતું. 1927માં ડો. બાબાસાહેબ આંબેડકરે (Dr. B.R.Ambedkar) પ્રથમ વખત ભીમા-કોરેગાંવની મુલાકાત લીધી હતી, જે બાદ દર વર્ષે 1 જાન્યુઆરીએ તે આ સ્થળે વીરોને નમન કરવા અચૂક આવતા હતા. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આ વિજય સ્તંભની મુલાકાતે આવે છે.

આ પણ વાંચો: Hill Slipped In Bhiwani : હરિયાણાના ભિવાનીમાં મોટી દુર્ઘટના, પહાડનો મલબો ધસી આવતા એકના મોત સાથે અનેક લોકો દટાયા

આ પણ વાંચો: PM Kisan Samman Nidhi: વડાપ્રધાન મોદી આજે PM-કિસાનનો 10મો હપ્તો કરશે જાહેર

ABOUT THE AUTHOR

...view details