ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતના હજારો વિદ્યાર્થીઓએ જુલાઈ-ઓગસ્ટમાં વિઝા અપોઈન્મેન્ટ લીધીઃ અમેરિકી એમ્બસી

અમેરિકામાં ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અંગે અમેરિકી એમ્બસીએ મંગળવારે જણાવ્યું હતું કે, હજારોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં વિઝા અપોઈન્ટમેન્ટ લીધી છે.

ભારતના હજારો વિદ્યાર્થીઓએ જુલાઈ-ઓગસ્ટમાં વિઝા અપોઈન્મેન્ટ લીધીઃ અમેરિકી એમ્બસી
ભારતના હજારો વિદ્યાર્થીઓએ જુલાઈ-ઓગસ્ટમાં વિઝા અપોઈન્મેન્ટ લીધીઃ અમેરિકી એમ્બસી

By

Published : Jun 16, 2021, 9:41 AM IST

  • ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા જવા ઉત્સુક
  • જુલાઈ અને ઓગસ્ટ મહિના માટે વિદ્યાર્થીઓએ કરી એપ્લિકેશન
  • વિદ્યાર્થીઓના પ્રવાસને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાશે

નવી દિલ્હીઃ એક વરિષ્ઠ અમેરિકી રાજદ્વારીએ રવિવારે કહ્યું હતું કે, ભારતમાં અમેરિકી મિશન જુલાઈ અને ઓગસ્ટના મહિનામાં જેટલી થઈ શકે તેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓની વિઝા એપ્લિકેશનને સામેલ કરવા અને તેમના પ્રવાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો-Surat NSUI દ્વારા વિદ્યાર્થીઓના વિઝા અંગે વિદેશ મંત્રાલયને લખ્યો પત્ર

હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ એપોઈન્મેન્ટ માગી

અમેરિકી એમ્બસીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, 14 જૂનથી હજારોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓએ જુલાઈ-ઓગસ્ટમાં વિદ્યાર્થી વિઝા માટે એપોઈન્ટમેન્ટ માગી છે. હજારોની સંખ્યામાં એપોઈન્મેન્ટ ઉપલબ્ધ છે અને અમે આવનારા સપ્તાહોમાં વધુ હજારો તક ઉપલબ્ધ કરાવીશું.

આ પણ વાંચો-બાઇડનની H-1B વિઝા પર ભારતીય આઇટી ક્ષેત્રની રહેશે નજર

ટેક્નિકલ સમસ્યા દૂર કરવાનો પ્રયાસ

અમેરિકી એમ્બસીએ એ પણ કહ્યું હતું કે, જ્યારે અમે ટેક્નિકલ સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ધીરજની પ્રશંસા કરીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details