ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશમાં તૈયાર કરાયા આ અનોખા માસ્ક - ઇકો ફ્રેન્ડલી ફેસ માસ્ક

કોરોના કાળમાં માસ્ક અનિવાર્ય થઇ ગયું છે.. જેને ધ્યાનમાં રાખીને મેંગ્લૂરની એક કંપનીએ ઇકો ફ્રેન્ડલી માસ્ક તૈયાર કર્યા છે.જેને જમીનમાં દાટતા તે જાતે નાશ પામશે સાથે જ નાના નાના છોડ પણ ઉત્પન્ન થશે.

દેશમાં તૈયાર કરાયા આ અનોખા માસ્ક
દેશમાં તૈયાર કરાયા આ અનોખા માસ્ક

By

Published : May 6, 2021, 6:03 AM IST

  • બજારમાં આવ્યા ઇકો ફ્રેન્ડલી ફેસ માસ્ક
  • મંગલુરુના સામાજીક કાર્યકર્તાએ બનાવ્યા ઇકો ફ્રેન્ડલી માસ્ક
  • આ ઇકો ફ્રેન્ડલી માસ્કનો ઉપયોગ કર્યા પછી છોડ પણ ઉગાડી શકાશે

મેંગ્લૂર: કોરોના સંક્રમણના વધતા કેસના કારણે ઘણી રાજ્ય સરકાર લોકડાઉન લગાવવા મજબૂર બની છે. સરકારે ફેસ માસ્ક પહેરવું અનિવાર્ય કરી દીધું છે. પોલીસ માસ્ક ન પહેરનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે. આ સ્થિતિમાં બજારમાં નવા નવા માસ્ક પણ સામે આવી રહ્યાં છે. જેના કારણે વાપરેલા સર્જીકલ માસ્કનું શું કરવું તે અધિકારીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ સમસ્યાનો ઉકેલ મેંગ્લોરની એક સંસ્થાએ શોધ્યો છે. આ સંસ્થાએ ઇકો ફ્રેન્ડલી માસ્ક બનાવ્યું છે. જે સૌ કોઇનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ અંગે નિતિન વાસે ETV Bharatને જણાવ્યું હતું કે, "આપણે સર્જીકલ માસ્કનો ઉપયોગ કરીએ છીએ આ માસ્ક ગૈર બાયોડિગ્રેડેબલ નથી. એક વખત માટી અથવા પાણીમાં નાખવામાં આવશે તો નષ્ટ નહીં થાય. એટલા માટે અમે પર્યાવરણને અનુકુળ માસ્ક વિકસિત કર્યા છે. જેનાથી આપણી અને પર્યાવરણ બંનેનું ધ્યાન રહેશે. અમારી સંસ્થાએ પેપર માસ્ક વિકસિત કર્યા છે.મ

દેશમાં તૈયાર કરાયા આ અનોખા માસ્ક

જમીનમાં માસ્ક દટાશે તો ઉગશે છોડ

મેંગ્લુરુ આધારિત પેપર સીડ સંસ્થા પર્યાવરણને અનુકૂળ ગતિવિધી સાથે જોડાયેલી છે. તેમણે બજારમાં ઘણાં પર્યાવરણ અનુકૂળ પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. હવે તેઓએ ઇકો ફ્રેન્ડલી માસ્ક લોન્ચ કર્યા છે. આ અંગે નિતિન વાસે ETV Bharatને જણાવ્યું હતું કે," અમે આ પેપર માસ્ક ડિઝાઇન કર્યું છે. માસ્કનું પહેલું લેયર કોટનનું બન્યું છે. બીજું લેયર કૉટનના અસ્તરથી બનેલું છે. બન્ને લેયર્સ વચ્ચે આપણે શાકભાજીના બીજ ભરી શકીએ છીએ. એક વખત વાપરીને જ્યારે આ માસ્ક ફેંકી દઇશું ત્યારે આ માસ્ક જમીનમાં ફેંકાશે ત્યારે તેમાંથી શાકભાજી ઉગશે."

વધુ વાંચો:કર્ણાટકના ખેડૂતો માટે આર્શિવાદ બની આ યોજના

ઇકોફ્રેન્ડલી માસ્કથી પર્યાવરણને થશે મદદ

પેપર સીડ્સ સંસ્થાના નિતિન વાસે આ ઇકો ફ્રેન્ડલી માસ્કને વિકસિત કર્યા છે. તેમાં બે લેયર્સ આવેલા છે. અંદરની લેયર્સ કપાસની છે તો બહારનું લેયર કાગળમાંથી બનાવવામાં આવ્યું છે. આ બંને લેયર્સ વચ્ચે શાકભાજીના બીજ ભરવામાં આવે છે. ટમેટા અને તુલસી જેવા બીજ આ માસ્કમાં નાંખવામાં આવે છે. એક વખત જમીનમાં ભળશે તો નાના છોડ ઉગશે. સર્જીકલ માસ્કના ઉપયોગ પછી શું કરવું તે એક મોટી સમસ્યા છે. એવામાં મેંગ્લુરની આ કંપનીએ ઇકો ફ્રેન્ડલી માસ્ક બનાવ્યા છે. તે જાતે જ નાશ પામે છે અને જ્યાં ફેંકાય છે ત્યાં શાક પણ ઉગે છે. આ યુઝ એન્ડ થ્રો માસ્કનો ઉપયોગ મહિના સુધી કરી શકાય છે. અત્યારે આ માસ્કની ઘણી માંગ છે નિતીને જણાવ્યું હતું કે આ માસ્ક પર્યાવરણ સંરક્ષણમાં મદદ રૂપ થશે.

વધુ વાંચો:નયાગઢમાં રહેતી પ્રિયા છે 'સ્પ્રિંગ ગર્લ'

ABOUT THE AUTHOR

...view details