- આયત અને ભજન ગાય છે મામુની
- મામુનીને બનવું છે સંસ્કૃતના પ્રોફેસર
- જીવનની વાસ્તવિકતાઓ સાથે લડી રહી છે દિકરી
ન્યૂઝ ડેસ્ક: બાલાસોર જિલ્લાની બાલીપાલ બ્લોક અંતર્ગત આવેલું સુનરૂઇ હામની, મામુની ખાતૂન છે જેણે પોતાને ધર્મથી ઉપર રાખી છે. મુસ્લીમ ધર્મ સાથે સકંળાયેલી આ દિકરી છે પણ ભગવાન જગન્નાથ માટે તેમનો પ્રેમ અને સમર્પણ બતાવે છે કે તેના માટે તમામ ધર્મો સમાન છે. આ બાળકી પોતાના મધુર અવાજથી ભગવાન જગન્નાથના ભજન પણ ગાય છે અને હિજાબ પહેરીને અલ્લાહની ઇબાદત કરે છે. નાનપણથી જ મામુનીને હિંદુ ધાર્મિક પુસ્તકો વાંચવા અને વૈદિક ભજનોના ગાવામાં ખૂબ જ રસ હતો. તેમને ગાયત્રી મંત્ર આવડે છે. ભગવાન ગણેશ માટે ધાર્મિક પ્રાર્થના અને સંસ્કૃતના છંદ તેણે યાદ કરી લીધા છે. તેની અસાધારણ પ્રતિભાના કારણે તેના ઘરના લોકો ખૂબ જ ખૂશ છે.
ભગવાન જગન્નાથ અને અલ્લાહની બન્નેની પ્રાર્થના કરે છે આ મામુની વધુ વાંચો:એક શિક્ષિકા જે વિદ્યાર્થીઓના નામ પર જમા કરે છે પૈસા
આ અંગે મામુનીએ Etv Bharatને જણાવ્યું હતું કે, "હું જન્મથી મુસલમાન છું પણ હું ભગવાન જગન્નાથને ખૂબ જ પ્રેમ કરું છું. હું તેમની પૂજા પણ કરું છું મારા મુસ્લિમ હોવાથી શું ફર્ક પડે છે. તમામ ધર્મના ભગવાન સમાન હોય છે. હું ભજન પણ ગાઉ છું. હું સંસ્કૃત ઑનર્સ સાથે પાસ થઇ છું. ભવિષ્યમાં મારી ઇચ્છા છે કે હું સંસ્કૃતની સારી લેક્ચરર પણ બનું. "
વધુ વાંચો:એક સમયના વાયુસેનાના ઑફિસર આજે સામાન્ય જીવન જીવવા મજબૂર
મામુનીનું કહેવું છે કે શારિરીક સુંદરતા બધું નથી હોતું જ્યાં સુધી તમારી પાસે આંતરિક જ્ઞાન ન હોય ત્યાં સુધી બધું જ અધુરુ છે. મામુની પોતાના જ્ઞાન અને સદ્દગુણોથી ખૂબ જ ઉન્નત છે જો કે તેના પરીવારની ગરીબી તેના સપના પુરા કરવાના રસ્તામાં મોટી બાધા રૂપ છે. તેના પિતા ગરીબ ખેડૂત છે. પૈસાની કમીના કારણે તેના માથે પાકી છત પણ નથી. આ સ્થિતિમાં તે નિશ્ચિત નથી કે તે ભવિષ્યમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે. પૈસાની અછતના કારણે તેની સંગીત શીખવાની પોતાની ઇચ્છાને મારી દીધી છે. મામુની બસ એક પ્રાર્થના કરે છે કે બધાનો માલિક એક છે અને આ સંદેશ તે બધા સુધી પહોંચાડવા માંગે છે..