- ઑક્ટોબર નવેમ્બરમાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે
- ડેલ્ટા પ્લસ વેરિયન્ટ AY4ના કારણે નવું સંક્રમણ ફેલાઈ રહ્યું છે
- એકલા મહારાષ્ટ્રમાં જ આવી શકે છે 60 લાખ કેસ
મુંબઈ: ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ ડૉક્ટર અવિનાશ ભોંડવેએ મંગળવારે જણાવ્યું કે, અત્યારે વાયરસ જેટલો મ્યુટેંટ થઈ રહ્યો છે તેનાથી વધારે મ્યુટેંટ થશે જેના કારણે ભારતમાં ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.
ઑગસ્ટમાં 137 દર્દીઓ નવા વેરિયન્ટથી સંક્રમિત મળ્યા
અત્યારે એકલા મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ AY4ના કારણે નવું સંક્રમણ ફેલાઈ રહ્યું છે અને કોરોનાના કેસો દરરોજ વધી રહ્યા છે. ઑગસ્ટમાં 137 દર્દીઓ નવા વેરિયન્ટથી સંક્રમિત મળ્યા હતા અને અત્યારે રાજ્યમાં 1 ટકા દર્દીઓ ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયા હોવાની જાણકારી સામે આવી રહી છે. ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી શકે છે. મહત્વનું છે કે નાગરિકોએ માસ્કનો ઉપયોગ પણ ઘટાડી દીધો છે.
ચોમાસા અને ગણેશોત્સવ બાદ વધી શકે છે કોરોના દર્દીઓની સંખ્યા
જો કે મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારે કહ્યું કે, રાજ્યમાં કોવિડના ત્રીજા તરંગના કોઈ સંકેત નથી અને મુંબઈ જેવા શહેરમાં 86 ટકા નાગરિકોમાં એન્ટિબોડીઝ જોવા મળી છે. જો કે બીએમસીના અધિક કમિશ્નર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે, મુંબઈમાં દર્દીઓની સંખ્યા ચોમાસા અને ગણેશોત્સવ બાદ વધી શકે છે.
રસીકરણ વધારવામાં આવે તો સંક્રમણનો દર ઘટી શકે છે