ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Third wave of Corona: 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શિકાર બનાવી રહ્યું છે ઓમિક્રોન - covid 19 infection in children under the age of five

કોરોનાની ત્રીજી લહેરને કારણે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિઅન્ટનો (Corona's new variant Omicron) ખતરો વધ્યો છે તેના કારણે (Third wave of Corona) 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વધુ સંખ્યામાં આ મહામારીનો શિકાર બની (covid 19 infection in children under the age of five) રહ્યા છે, અને આ ઉપરાંત 15થી 19 વર્ષની ઉંમરના બાળકો પણ કોરોનાની ચપેટમાં (Corona in South Africa) આવી રહ્યાં છે, જેથી તે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે.

Third wave of Corona: જાણો, દક્ષિણ આફ્રિકામાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શિકાર બનાવી રહ્યું છે ઓમિક્રોન
Third wave of Corona: જાણો, દક્ષિણ આફ્રિકામાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શિકાર બનાવી રહ્યું છે ઓમિક્રોન

By

Published : Dec 4, 2021, 1:42 PM IST

  • દક્ષિણ આફ્રિકામાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વધી રહ્યાં છે કેસ
  • 15થી 19 વર્ષની વય જૂથના કિશોરો પણ હોસ્પિટલમાં દાખલ
  • બાળકો માટે બેડ અને સ્ટાફ વધારવા સહિતની તૈયારીઓ પર વિશેષ ભાર

ન્યૂઝ ડેસ્ક:દક્ષિણ આફ્રિકાના નિષ્ણાતોએ (new virus in world) 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કોરોનાના (covid 19 infection in children under the age of five) વધતા જતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. શુક્રવાર રાત સુધી દેશમાં કોરોનાના (New Omicron virus) 16,055 નવા કેસ નોંધાયા હતા અને 25 સંક્રમિતોના મોત થયા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેબલ ડીસી (NICD) ના ડૉ. વસીલા જસતે જણાવ્યું હતું કે, "અગાઉ કોરોનાના (Corona in South Africa) કારણે બાળકોને આટલી અસર થતી જોવા મળતી ન હતી, અને બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નહોતી.

આ પણ વાંચો:Omicron Variant: કોરોનાનું નવું સ્વરૂપ વધુ સંક્રમિત અને ગંભીર છે કે કેમ તે સ્પષ્ટ નથી: WHO

15થી 19 વર્ષની વય જૂથના કિશોરો પણ હોસ્પિટલમાં દાખલ

તેમણે વધુમાં કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેરમાં (Third wave of Corona) કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના (Corona's new variant Omicron) કારણે 5 વર્ષથી ઓછી વયના બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને 15થી 19 વર્ષની વય જૂથના કિશોરોને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

ચોથી લહેરની શરૂઆતમાં તમામ વય જૂથોમાં કેસ ઝડપથી વધ્યા

કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના કારણે તમામ વય જૂથોમાં કેસ ઝડપથી વધી રહ્યાં છે, અને તેમાં પણ ખાસ કરીને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, બાળકોમાં કોરોનાના કેસ હજુ પણ સૌથી ઓછા છે. કોરોનાના સૌથી વધુ કેસ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોમાં જોવા મળી રહ્યાં છે અને ત્યારબાદ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો આવે છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કોરોના સંક્રમણ વધતા મોટી સંખ્યામાં હોસ્પિટલમાં દાખલ થતા જોવા મળી રહ્યાં છે. જે અગાઉ કોરોનાની પહેલી એને બીજી લહેરમાં જોવા મળ્યું નથી.

આ પણ વાંચો:Bhavnagar alert for Omicron: ભાવનગરમાં વિદેશથી આવનારના RTPCR ફરજિયાત

બાળકો માટે બેડ અને સ્ટાફ વધારવા સહિતની તૈયારીઓ પર વિશેષ ભાર

NICDના ડો. માઈકલ ગ્રુમે જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ વધવાના કારણે "બાળકો માટે બેડ અને સ્ટાફ વધારવા સહિતની મહત્વની તૈયારીઓ પર વિશેષ ભાર આપવાની જરૂર છે. આ ઉપરાંત આરોગ્ય પ્રધાન જો ફહલાએ કહ્યું કે, દક્ષિણ આફ્રિકાના 9 માંથી 7 પ્રાંતોમાં કોરોનાના કેસનો દર વધી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details