ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની ચેતવણી

દેશમાં કોરોનાની બીજી લહેર હજી પૂર્ણ થઇ નથી ત્યાં ત્રીજી લહેર આવશે તેવું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. જો કે અત્યારે જે રસી લોકોને આપવામાં આવી રહી છે તે ખૂબ જ શક્તિશાળી છે આથી તે નવા વેરિયન્ટ સામે પણ ઝાક ઝીલી રહી છે.

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની ચેતવણી
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની ચેતવણી

By

Published : May 6, 2021, 4:22 PM IST

  • સ્વાસ્થ્ય મંત્રાલયે આપી ચેતવણી
  • બીજી લહેરમાં સંક્રમણ 2.4 ટકાની ઝડપથી વધે છે
  • નવા વેરિયન્ટ સામે અસરકારક છે રસી

ન્યૂઝ ડેસ્ક: ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણની બીજી લહેરનો પ્રકોપ હજી પૂરો થયો નથી એટલામાં દેશમાં ત્રીજી લહેર આવવાની ચેતવણી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના મુખ્ય સલાહકાર કે. વિજય રાઘવને જણાવ્યું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સ યોજી છે જેમાં રાઘવને જણાવ્યું છે કે વાઇરસનું વધારે પ્રમાણમાં સક્યુલેશન થઇ રહ્યું છે જેના કારણે ત્રીજી લહેર પણ આવશે પણ એ સ્પષ્ટ નથી કે એ ક્યારે અને કયા સ્તરે આવશે તે નક્કી નથી. આપણે આગામી લહેરની તૈયારી કરવી જોઇએ. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે તે નવા સ્ટ્રેન સામે લડવા માટે પણ કોવિડ - 19 વેક્સીનનું નિયમિત રૂપે વેક્સીનન પર નજર રાખવી પડશે.

વધુ વાંચો:વિશ્વ અસ્થમા દિવસ: કોરોના કાળમાં વધારે ધ્યાન રાખે અસ્થમાના દર્દીઓ

નવા વેરિયન્ટ સામે અસરકારક છે રસી

વૈજ્ઞાનિક સલાહકારે એવું પણ જણાવ્યું હતું કે વાયરસના સ્ટ્રેન પહેલાની જેમ ફેલાયેલો છે. તેમાં નવા સંક્રમણના ગુણ નથી. તેમણે એ પણ કહ્યું કે આ વેરિન્યટની સામે રસી પ્રભાવી છે. દેશ અને દુનિયામાં નવા વેરિયંટ આવશે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે નવા આ લહેર પૂર્ણ થયાં પછી સાવધાની ઘટશે તો વાઇરસને ફેલાવનો ફરી મોકો મળશે. વિજય રાધવને એ વાત પર પણ જોર આપ્યું છે કે અત્યારની રસી આ વેરિન્યટ કરતાં વધારે પ્રભાવી છે. ભારત અને દુનિયા ભરના વૈજ્ઞાનિકો નવા વેરિયન્ટનું પૂર્વાનુમાન લગાવીને ઝડપથી તેની સંશોધિત ટૂલ કીટ વિકસાવવા અંગે કામ કરી રહ્યાં છે.

વધુ વાંચો:ઑક્સિજનનું શુદ્ધ સ્વરૂપ છે મેડિકલ ઑક્સિજન

બીજી લહેરમાં સંક્રમણ 2.4 ટકાની ઝડપથી વધે છે

આ પ્રક્રિયા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં પહેલાના પ્રમાણમાં કોરોના સંક્રમણના કેસ 2.4 ટકા વધારે ઝડપથી વધી રહ્યો છે. સંયુક્ત સચિવ ( સ્વાસ્થ્ય) લવ અગ્રવાલે જણાવ્યું છે કે 12 રાજ્યોમાં એક લાખથી વધારે સક્રિય કેસ છે. 17 રાજ્યોમાં 50,000થી ઓછા કેસ છે. મહારાષ્ટ્ર, કેરળ, કર્નાટક, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં 1.5 લાખથી વધારે સક્રિય કેસ છે. અગ્રવાલે જણાવ્યું છે કે 24 રાજ્યો અને કેન્દ્ર શાસિતપ્રદેશમાં 15 ટકાથી વધારે 10 રાજ્યોમાં 25 ટકાથી વધારે પોઝિટિવી રેટ છે. મહારાષ્ટ્રમાં પોઝિટિવિટી રેટ 24 ટકા છે.

ABOUT THE AUTHOR

...view details