કન્યાકુમારી: કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે તેની 'ભારત જોડો યાત્રા'ના ત્રીજા દિવસની (third day of India jodo yatra today) શરૂઆત કરી છે. તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના નાગરકોઈલ સિટી ખાતે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ યાત્રાનું નેતૃત્વ કર્યું હતું. ભારત જોડો યાત્રાનો ત્રીજો દિવસ નાગરકોઇલમાં સ્કોટ ક્રિશ્ચિયન કોલેજથી શરૂ થયો હતો, જે અઝાગીમંડપમ જંકશન સુધી જશે.
ભારત જોડો યાત્રાનો આજે ત્રીજો દિવસ :યાત્રાના ત્રીજા દિવસે રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી અને RSSએ દેશમાં નફરત ફેલાવી છે. તેથી જ આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે કહ્યું કે આ 'ભારત જોડો યાત્રા' કેન્દ્ર સરકારની વિભાજનકારી રાજનીતિનો સામનો કરવા અને દેશના લોકોને આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય કેન્દ્રીકરણના જોખમોથી વાકેફ કરવા માટે કાઢવામાં આવી રહી છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી અંગે પણ વાત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષના સવાલ પર રાહુલે કહ્યું કે, જ્યારે ચૂંટણીની પ્રક્રિયા પૂરી થશે ત્યારે તમને ખબર પડશે કે હું અધ્યક્ષ બની રહ્યો છું કે નહીં. જો હું નોંધણી ન કરું તો તમે પ્રશ્નો પૂછી શકો છો.