અલવર(રાજસ્થાન): રાજસ્થાનના અલવરમાં રવિવારે મોડી રાત્રે મોટી દુર્ઘટના ટળી હતી. ગીતાનંદ શિશુ હોસ્પિટલ પાછળના FBNC વોર્ડની ઓક્સિજન પાઈપલાઈન ચોરોએ કાપી નાખી હતી. FBNC વોર્ડમાં લગભગ 20 નવજાત શિશુઓ ઓક્સિજન સપોર્ટ પર હતા. ઓક્સિજન સપ્લાય બંધ થતાં જ હોબાળો મચી ગયો હતો. તાત્કાલિક ધોરણે હોસ્પિટલના સ્ટાફ અને લોકોએ સિલિન્ડરમાંથી બાળકોને ઓક્સિજન આપી જીવ બચાવ્યા હતા.
ઓક્સિજન સપ્લાય બંધ થતાં જ હોબાળો ઓક્સિજન સપ્લાયની પાઇપલાઇન કાપી નાંખી:સામે આવેલી માહિતી મુજબ શહેરની ગીતાનંદ શિશુ હોસ્પિટલમાં ચોરોએ ચોરી કરવાના ઈરાદે મોડી રાત્રે હોસ્પિટલ પરિસરમાં આવેલી ઓક્સિજન સપ્લાયની પાઇપલાઇન કાપી નાંખી હતી. હોસ્પિટલના FBNC વોર્ડમાં દાખલ 20 બાળકો ઓક્સિજન સપોર્ટ પર હતા. એકાએક ઓક્સિજન સપ્લાય બંધ થઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. બાળકોને તકલીફ થવા લાગી. આ દરમિયાન ત્યાં હાજર ગાર્ડે ચોરોને હોસ્પિટલની પાછળની બાજુથી ભાગતા જોયા.
ચોરોએ હોસ્પિટલની ઓક્સિજન પાઈપલાઈન કાપી નાખી આ પણ વાંચો: Indore Crime News: કોંગ્રેસ નેતાના ભત્રીજાની 4 કરોડ માટે હત્યા, પિતરાઈ પર આરોપ
હોસ્પિટલ પ્રશાસને વધુ તપાસ હાથ ધરી:ગાર્ડે એલાર્મ વગાડ્યું ત્યારે સ્થાનિક લોકો અને દર્દીના સંબંધીઓની મદદથી બે ચોરોને પકડી લીધા અને બાદમાં તેમને પોલીસને હવાલે કર્યા. લોકોની મદદથી સ્ટાફે હોસ્પિટલના પરિસરમાં રાખવામાં આવેલા 10 ઓક્સિજન સિલિન્ડરને FBNC વોર્ડમાં લઈ ગયા અને ત્યાં નવજાત શિશુઓને ઓક્સિજન આપ્યો. આ બાબતની જાણકારી તાત્કાલિક હોસ્પિટલ પ્રશાસનને આપવામાં આવી હતી. અધિકારીઓએ ઇજનેરોને સ્થળ પર બોલાવીને રાત્રે જ પાઇપલાઇનનું સમારકામ કરાવ્યું હતું. અને બાદ ફરીથી ICUમાં ઓક્સિજનનો પુરવઠો કાર્યરત કરાયો. હોસ્પિટલ પ્રશાસન આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Railway Tracks Stolen: ક્યારેક ટ્રેનનું એન્જિન તો ક્યારેક લોખંડનો પુલ, હવે રેલવે ટ્રેકની ચોરી
હોસ્પિટલમાં ભૂતકાળમાં અનેક ચોરીઓ:હોસ્પિટલના ગાર્ડ અને અન્ય સ્ટાફે જણાવ્યું હતું કે ચોર ખુલ્લેઆમ ઈલેક્ટ્રીક વાયર, પાઈપલાઈન, મોટરો અને અન્ય વસ્તુઓની ચોરી કરે છે. પરંતુ પોલીસ આ બાબતે કોઈ ધ્યાન આપતી નથી. ચોરો સામે કોઈ કાર્યવાહી થતી નથી. ગીતાનંદ શિશુ હોસ્પિટલના FBNC વોર્ડમાં બાળકોનું ICU છે. જેમાં ગંભીર બાળકોને ઓક્સિજન અને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. જો બાળકોને નિર્ધારિત સમય કરતા વધુ સમય સુધી ઓક્સિજન ન મળ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.