ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચોરનું દિલ બદલાયું 700ના બદલે 2000 રૂપિયા માફી સાથે કર્યા પરત - The thief had a change of heart In Kerala

કેરળમાં એક ચોરે વર્ષો બાદ 700 રૂપિયાને બદલે 2000 રૂપિયા પરત કર્યા છે. એટલું જ નહીં ચોરે The thief had a change of heart In Kerala એક પત્ર લખીને ચોરી કરવા બદલ માફી પણ માંગી હતી.

ચોરનું દિલ બદલાયું, 700ના બદલે 2 હજાર રૂપિયા માફી સાથે કર્યા પરત
ચોરનું દિલ બદલાયું, 700ના બદલે 2 હજાર રૂપિયા માફી સાથે કર્યા પરત

By

Published : Aug 12, 2022, 7:17 AM IST

Updated : Aug 12, 2022, 10:35 AM IST

વાયનાડ:આજકાલ કોઈ વ્યક્તિનું હૃદય પરિવર્તનની ઘટના ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ આવો જ એક કિસ્સો કેરળના વાયનાડ જિલ્લામાં સામે આવ્યો છે, જેમાં એક ચોરનું દિલ બદલાઈ (The thief had a change of heart In Kerala) જતાં માફી માંગીને 700 રૂપિયાને બદલે 2000 રૂપિયા પરત કરી દીધા હતા. આ વાત જાણીને પૈસા મેળવનાર મહિલા પણ એવી હરકત થઈ કે ચોરનું દિલ બદલાઈ ગયું.

આ પણ વાંચો:રામ રહીમ માટે આવે છે હજારોની સંખ્યામાં રાખડીઓ,પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પણ છે પરેશાન

ચોરે 700 રૂપિયાને બદલે 2000 રૂપિયા પરત કર્યા :થોડા વર્ષો પહેલા ચોરે એક વસ્તુની ચોરી કરી હતી, જેની કિંમત લગભગ 700 રૂપિયા હતી. બુધવારે એ જ ચોરે મેરી ચેટ્ટાહીની (જોસેફની પત્ની) માફી માંગતો પત્ર લખ્યો હતો કે, 'સિસ્ટર મેરી, થોડાં વર્ષો પહેલાં મેં તમારા પતિ પાસેથી એક વસ્તુ ચોરી લીધી હતી જેની કિંમત તે સમયે લગભગ 700 રૂપિયા હતી અને તે અત્યારે બજારમાં છે. તેની કિંમત લગભગ 2 હજાર રૂપિયા છે. હું તમને આ પત્ર સાથે તે 2 હજાર રૂપિયા મોકલી રહ્યો છું. કૃપા કરીને તેનો સ્વીકાર કરો અને મને માફ કરો.'

પત્ર મળ્યો ત્યારે મેરી સ્તબ્ધ થઈ ગઈ :બુધવારે જ્યારે તેને પત્ર મળ્યો ત્યારે મેરી સ્તબ્ધ થઈ ગઈ હતી, કારણ કે તેને ફક્ત નાતાલ પર તેના બાળકો તરફથી શુભેચ્છા કાર્ડ મળ્યા હતા. આ પત્ર પર કોઈનું નામ, સરનામું વગેરે કંઈ ન હોવાથી તેને આ પત્ર પર પણ શંકા હતી. જોકે, તેમ છતાં તેણે પરબિડીયું ખોલ્યું અને તેમાંથી તેને પત્ર સહિત બે હજાર રૂપિયા મળ્યા. આ વિશે વાત કરતાં મેરીએ કહ્યું કે, હું ખૂબ જ દુઃખી છું કે હું તે ચોરને કહી શકીશ નહીં કે મેં તેને માફ કરી દીધો છે. મારા પતિનું પણ 10 વર્ષ પહેલા અવસાન થયું છે તેથી આ ઘટના ક્યારે બની તેની મને પણ ખબર નથી. હું ફક્ત પ્રાર્થના કરું છું કે બધા ચોરોનું હૃદય પરિવર્તન આવે.

આ પણ વાંચો:નહાતી વખતે બનાવ્યો વીડિયો, પછી પિતરાઈ ભાઈઓએ બહેન પર કર્યો ગેંગરેપ

Last Updated : Aug 12, 2022, 10:35 AM IST

ABOUT THE AUTHOR

...view details