ન્યૂઝ ડેસ્ક: ભાગ્યે જ કોઈ એવું હશે જેને ફરવાનું પસંદ ન હોય. ફરવાની મજા ત્યારે વધી જાય છે જ્યારે તમે દોસ્તોની સાથે (Special trip plans with friends) સ્પેશિયલ ટ્રિપ પ્લાન કરો છો. દોસ્તોની સાથે ફરવાની વાત હોય અને તમારી પાસે ઓછું બજેટ છે (Low budget travel plans) તો તમે અહીં આપેલી જગ્યાઓએ તમે ટ્રિપ પ્લાન કરી શકો છો. જો તમે કોઈ કોસ્ટ ઈફેક્ટિવ ટ્રિપ પ્લાન કરવા ઈચ્છો છો તો આ ટિપ્સ અપનાવી શકો છો.
મસૂરી: જો તમે દિલ્હી અને તેની આસપાસના (Mussoorie) વિસ્તારમાં રહો છો તો શિયાળાની સીઝનમાં બરફની મજા લેવા માટે તમે મસૂરીનો પ્લાન કરી શકો છો. દિલ્હી સિવાય પંજાબ અને દહેરાદૂનના લોકો અહીં સરળતાથી જઈ શકે છે. આ પ્રાકૃતિક સુંદરતાની સાથે સાથે અનેક બ્રિટિશ આકર્ષણની મજા લઈ શકો છો. અહીં તમે દિલ્હીથી સડકમાર્ગે જઈ શકો છો. 1000 રૂપિયામાં બસની મદદથી તમે મસૂરી પહોંચી શકો છો. 600-700 રૂપિયા/દિવસના આધારે તમે હોટલ પણ લઈ શકો છો.
વારાણસી: તમારે ધાર્મિક નગરીમાં (Varanasi) ફરવું હોય તો તમે વારાણસીને પસંદ કરી શકો છો. આ સુંદરતાની સાથે સાથે બજેટ માટે પણ બેસ્ટ પ્લેસ છે. અહીં સાંસ્કૃતિક અને પારંપરિક આનંદ માણવાનો અવસર મળી રહેશે. તમે 200 રૂપિયા/ દિવસના આધારે રૂમ ભાડે લઈ શકો છો. દિલ્હીથી વારાણસી જવા માટે સૌથી વધારે ટ્રેન માર્ગ સારો રહે છે. ફક્ત 300-400 રૂપિયામાં તમે અહીં સરળતાથી પહોંચી શકો છો.
ઋષિકેશ:જો તમે ધાર્મિકની સાથે (Rishikesh) એડવેન્ચરને પસંદ કરો છો તો ઋષિકેશ લિસ્ટમાં સૌથી સારો ઓપ્શન છે. અહીં તમે 600-700 રૂપિયા/દિવસના આધારે રૂમ લઈને રહી શકો છો. આ સાથે દિલ્હીથી અહીં આવવા માટે 200 રૂપિયા બસ ભાડું છે. તમે અહીં રિવર રાફ્ટિંગની મજા પણ લઈ શકો છો.
લેંસડાઉન: લેંસડાઉન ફરવા (Lansdowne) માટે સારી જગ્યા છે. અહીં દોસ્તોની સાથે ફરવાનો પ્લાન ઉત્તમ છે. દિલ્હીથી તે 250 કિમી દૂર છે. અહીં તમે પ્રકૃતિની સાથેની મજા પણ લઈ શકો છો. તમે સુંદર વાદીઓમાં 1000 સુધીમાં હોટલ મેળવી શકો છો. તમે અહીં 5000 રૂપિયામાં સરળતાથી આવજાવ કરી શકો છો.