- ચીન સાથે ચાલી રહેલા સૈન્ય ઘર્ષણ વચ્ચે ભારતીય વાયુ સેનાને વધુ મજબૂતી મળી
- ફ્રાન્સથી વધુ 3 રાફેલ ભારત આવી રહ્યા છે
- એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીના (Air Chief Marshal V. R. Chaudhary) વાયુ સેના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા પછી ફ્રાન્સથી આવનારા રાફેલની આ પહેલા બેચ છે
નવી દિલ્હીઃ ચીન સાથે ચાલી રહેલા સૈન્ય ઘર્ષણ વચ્ચે ભારતીય વાયુ સેનાને વધુ મજબૂતી મળી રહી છે. કારણ કે, ફ્રાન્સથી વધુ 3 રાફેલ ભારત આવી રહ્યા છે. આ ફાઈટર પ્લેન ગુજરાતના જામનગરમાં આવશે.
વિમાનનું પહેલું કન્સાઈન્મેન્ટ ગયા વર્ષે જુલાઈમાં આવ્યું હતું
ભારતે લગભગ 58,000 કરોડ રૂપિયાના ખર્ચછી 36 રાફેલ ફાઈટર વિમાનની ખરીદી માટે સપ્ટેમ્બર 2016માં ફ્રાન્સની સાથે એક અંતર-સરકારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. 5 રાફેલ જેટ વિમાનોનું પહેલું કન્સાઈન્મેન્ટ ગયા વર્ષે 29 જુલાઈએ ભારત પહોંચ્યું હતું.
આ પણ વાંચો-જામનગર નાઈટ હોલ્ડ કરી રાફેલ રવાના, અંબાલા એરબેઝ પર કરાશે તૈનાત
ત્રણેય રાફેલ જામનગર એરબેઝ પર ઉતરશે
ત્રણ રાફેલ જેટ ફ્રાન્સથી આવી રહ્યા છે અને મધ્ય પૂર્વમાં તેમણે રિફલિંગ પ્રદાન કરવામાં આવી હતી. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, તે જામનગર એરબેઝ પર ઉતરશે. આ મહિનાની શરૂઆતમાં એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીના વાયુ સેના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા પછી ફ્રાન્સથી આવનારા રાફેલની આ પહેલી બેચ છે. ફ્રાન્સથી આવનારા વિમાનોને અંબાલામાં ગોલ્ડન એરો સ્ક્વાડ્રન અને પશ્ચિમ બંગાળના હાશિમારામાં 101 સ્ક્વાડ્રનમાં તહેનાત કરવામાં આવશે.
આ પણ વાંચો-5th જનરેશનના રાફેલની શું છે ખાસિયત ? જાણો એર કમાન્ડર સુરેન્દ્ર ત્યાગી સાથેની ખાસ વાતચીત
રાફેલ વિમાનની વિશેષતાઃ
- વિશ્વના સૌથી શક્તિશાળી ફાઈટર વિમાનોમાં ગણાતા રાફેલ એક મિનીટમાં 60,000 ફીટની ઉંચાઈ સુધી પહોંચી શકે છે.
- આ વિમાન એક મિનીટમાં 2,500 રાઉન્ડ ફાયરિંગની ક્ષમતા રાખે છે.
- આની મહત્તમ ગતિ 2,130 કિલોમીટર પ્રતિકલાક છે અને આ 3,700 કિલોમીટર સુધીની રેન્જ રાખે છે.
- આ વિમાનમાં એક વારમાં 24,500 કિલો સુધીનું વજન લઈ જઈ શકાય છે, જે પાકિસ્તાનના એફ-16થી 5,300 કિલો વધુ છે.
- રાફેલ ફક્ત સ્ફૂર્તિલું જ નહીં, પરંતુ આનાથી પરમાણુ હુમલો પણ કરવામાં આવી શકે છે. પાકિસ્તાનના સૌથી શક્તિશાળી ફાઈટર જેટ એફ- 16 અને ચીનના જે-20માં પણ આ વિશેષતા નથી.
- હવાથી લઈને જમીન સુધી હુમલો કરવાની શક્તિ રાખતા રાફેલમાં 3 પ્રકારની મિસાઈલ લાગે છે. હવાથી હવામાં મારી શકનારી મીટિયોર મિસાઈલ. હવાથી જમીનમાં મારનારી સ્કેલ્પ મિસાઈલ અને ત્રીજી છે હેમર મિસાઈલ. આ મિસાઈલોથી લેસ થયા પછી રાફેલ કાળ બનીને દુશ્મનો પર તૂટી પડશે.