- 15 ઓગસ્ટને લઇને જાહેર નોટિસ
- ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટે બહાર પાડી નોટિસ
- નોનશિડ્યૂલ ફ્લાઈટ નહીં ભરે ઉડાન
નવી દિલ્હીઃ 15 ઓગસ્ટને લઇને દિલ્હી ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક દ્વારા એક નોટિસ બહાર પાડવામાં આવી છે. નોટિસ અનુસાર સવારે 6:00 વાગ્યાથી સવારના 10:00 વાગ્યા સુધી અને સાંજના 4:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધી નોન-શેડ્યુલ્ડ ફ્લાઇટ્સની લેન્ડિંગ અને ટેક-ઓફ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ફક્ત વીવીપીઆઈ મૂવમેન્ટ રહેશે
જીએમઆર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નિર્ધારિત ફ્લાઇટ સિવાય, આ સમયગાળા દરમિયાન માત્ર ભારતીય વાયુસેના, બીએસએફ અને આર્મી એવિએશન હેલિકોપ્ટરોને ટેકઓફ અને લેન્ડિંગની મંજૂરી આપવામાં આવશે. આ સાથે રાજ્યોના રાજ્યપાલ અને મુખ્યપ્રધાનોની ફ્લાઇટ્સ અને હેલિકોપ્ટરને પણ આ પ્રતિબંધોમાંથી બહાર રાખવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ USમાં 15મી ઓગસ્ટની થશે ધામધૂમથી ઉજવણી, ત્રિરંગાના રંગમાં રંગાશે વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં સ્વંતત્ર દિવસની તૈયારીઓ શરૂ