ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જોનસન બેબી પાઉન્ડરના વેચાણને લઈ કોર્ટની ચોખવટ,સેમ્પલ મુદ્દે આદેશ

બોમ્બે હાઈકોર્ટે બુધવારે જ્હોન્સન એન્ડ જોન્સન બેબી (Johnsons baby powder) પાઉડરના નમૂનાઓનું નવેસરથી પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. જેના કારણે હવે કંપનીને પાઉડર તૈયાર કરવા માટે વધુ સમય સુધી રાહ જોવી પડશે. આ સાથે કોર્ટે (The Bombay High Court ) કંપનીને ઉત્પાદન કરવાની છૂટ આપી છે પણ વેચાણ માટે લીલીઝંડી નથી આપી. આ પાઉન્ડરથી કેન્સર થવાનું જોખમ છે એ મુદ્દાને લઈને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં પછીથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

By

Published : Nov 17, 2022, 7:38 AM IST

જોનસન બેબી પાઉન્ડરના વેચાણને લઈ કોર્ટની ચોખવટ,સેમ્પલ મુદ્દે આદેશ
જોનસન બેબી પાઉન્ડરના વેચાણને લઈ કોર્ટની ચોખવટ,સેમ્પલ મુદ્દે આદેશ

મુંબઈઃબોમ્બે હાઈકોર્ટે બુધવારે જ્હોન્સન એન્ડ જોન્સનબેબી પાઉડરને (Johnsons baby powder) લઈને મોટો અને મહત્ત્વનો આદેશ કર્યો છે. ઉત્પાદનને લઈને વિવાદમાં રહેલી કંપની સામે હાઈકોર્ટે માત્ર ઉત્પાદન માટેની રાહત આપી છે. આ કંપનીએ સરકારના આદેશ સામે અરજી કરી હતી. કંપનીએ રાજ્ય સરકારના બે આદેશોને પડકારતી અરજી દાખલ કરી હતી. જેમાંથી તારીખ 15 સપ્ટેમ્બરના આદેશમાં લાયસન્સ રદ કરવા અને તારીખ 20 સપ્ટેમ્બરના આદેશમાં (The Bombay High Court ) કંપનીના બેબી પાવડરનું ઉત્પાદન અને વેચાણ તાત્કાલિક ધોરણે બંધ કરવા જણાવ્યું હતું. આમ પણ કેનેડા અને અમેરિકામાં આ પાઉન્ડના વેચાણ પર પ્રતિબંધ છે. જ્યારે કંપનીએ જ નક્કી કર્યું છે કે, વર્ષ 2023 સુધી કંપની કોઈ પ્રકારનું ઉત્પાદન નહીં કરે. ખાસ કરીને પાઉન્ડરમાં.

નવા સેમ્પલની સૂચનાઃકંપનીની ફેક્ટરીમાંથી નવા સેમ્પલ લેવાની સૂચના આપી દેવામાં આવી છે. આ આદેશો સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના જોઈન્ટ કમિશનર અને લાઇસન્સિંગ ઓથોરિટી તરફથી જાહેર કરાયા છે. બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ એસવી ગંગાપુરવાલા અને જસ્ટિસ એસજી ડિગેની ડિવિઝન બેન્ચે FDAને મુંબઈના મુલુંડ વિસ્તારમાં આવેલી કંપનીની ફેક્ટરીમાંથી ત્રણ દિવસમાં તાજા સેમ્પલ લેવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી, આ નમૂનાઓ પરીક્ષણ માટે ત્રણ લેબોરેટરીમાં મોકલાશે. જેમાંથી બે સરકારી અને એક ખાનગી લેબ છે.

અઠવાડિયામાં રિપોર્ટ કરોઃકોર્ટે કહ્યું કે, સેમ્પલ સેન્ટ્રલ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરી (વેસ્ટર્ન રિજન), એફડીએ લેબ અને ઈન્ટરટેક લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે. ત્યારપછી આ લેબોરેટરીઓએ એક સપ્તાહની અંદર પોતાનો રિપોર્ટ આપવાનો રહેશે. કંપની તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રવિ કદમે માંગ કરી હતી કે કોર્ટ કંપનીને ત્યાં સુધી ઓછામાં ઓછું ઉત્પાદન બનાવવાની મંજૂરી આપે. બેન્ચે કહ્યું, 'અરજીકર્તાને સરકાર દ્વારા બેબી પાઉડર વેચવા કે તેનું વિતરણ કરવા પર રોક લગાવવામાં આવી છે. કંપનીએ આ આદેશનું પાલન કરવાનું રહેશે. જો કંપની ઉત્પાદન બનાવવા માંગે છે, તો તે તેના પોતાના જોખમે હશે." આ મામલાની આગામી સુનાવણી તારીખ 30 નવેમ્બરે થશે. જોકે, કંપની આ નવું ઉત્પાદન કોઈ રીતે વેચી શકશે નહીં.

ખોટમાં કંપનીઃકોર્ટ મામલો સામે આવ્યા બાદ કંપની સતત ખોટ કરી રહી છે. આ મુદ્દો ધ્યાને લઈને કંપનીના વકીલે માત્ર ઉત્પાદન શરૂ કરવા અંગેની મંજૂરી માંગી હતી. છતાં કંપની કોઈ રીતે એનું વેચાણ તો કરી શકશે જ નહીં.

ABOUT THE AUTHOR

...view details