ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શું તમે જાણો છો, સંવિધાનમાં ડેપ્યુટી સીએમ માટેનું કોઈ પદ જ નથી! - નાયબ મુખ્યપ્રધાન પદ

ભારતીય સંવિધાનમાં ડેપ્યુટી સીએમ જેવું કોઈ પદ જ નથી, ન તો ડેપ્યુટી સીએમનો ઉલ્લેખ સંવિધાનમાં કર્યો છે. પરંતુ તેમ છતાં આપણી રાજ્ય સરકારમાં નાયબ મુખ્યપ્રધાનના પદ જોવા મળે છે.

constitution
constitution

By

Published : Nov 26, 2020, 8:49 AM IST

ચંડીગઢ: ભારતીય સંવિધાનમાં ડેપ્યુટી સીએમ જેવું કોઈ પદ જ નથી, ન તો ડેપ્યુટી સીએમનો ઉલ્લેખ સંવિધાનમાં કર્યો છે. પરંતુ તેમ છતાં આપણી રાજ્ય સરકારમાં નાયબ મુખ્યપ્રધાનના પદ જોવા મળે છે. ચૂંટણી સમયે તે જાણે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પદની પ્રધાનોમાં હોડ લાગે છે, પરંતુ વાસ્તવમાં નાયબ મુખ્યપ્રધાન જેવુ બંધારણમાં કોઈ પદ જ નથી.

સંવિધાનમાં નાયબ વડાપ્રધાન અથવા નાયબ મુખ્યપ્રધાનનું પદ જ નથી !

આ વસ્તુને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. જે તે સમયે રાષ્ટ્રપતિ રામાસ્વામી વેંકટરમણ દેવીલાલને શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રપતિ શપથ અપાવતી વખતે મંત્રી પદ બોલ્યા, હરિયાણાના દેવીલાલ નાયબ વડાપ્રધાન બોલ્યા. જેને લઈ રાષ્ટ્રપતિએ ફરી એક વાર મંત્રી પદ બોલ્યા, પણ દેવીલાલ ફરી વાર પણ નાયબ વડાપ્રધાન જ બોલ્યા. શપથ તો થઈ ગઈ, પણ સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ થઈ ગઈ સંવિધાનમાં આવું કોઈ પદ જ નથી.

આ મામલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દેવીલાલ ભલે નાયબ વડાપ્રધાન બન્યા પણ તેમની પાસે વાસ્તવિક અધિકાર તો કેન્દ્રીય પ્રધાન જેટલા જ રહેશે. આપને જણાવી દઈએ કે, દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભ ભાઈ પટેલ હતા.

નાયબ વડાપ્રધાન પાસે વડાપ્રધાન જેટલી તાકાત નથી હોતી

આ અંગે હરિયાણાના એડવોકેટ હેમંત કુમારે કહ્યું હતુું કે, દેવીલાલના કેસમાં જાન્યુઆરી 1990માં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ પ્રમાણે સ્પષ્ટતા કરી હતી કે, ફક્ત નાયબ વડાપ્રધાન તરીકેના શપથ લેવાથી વડાપ્રધાન જેટલી તાકાત આવી જતી નથી. વાસ્તવિક રીતે તેઓ ફક્ત એક પ્રધાન જ હોય છે.

બસ આ જ સિદ્ધાંત પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન પર પણ લાગુ પડે છે. રાજ્ય સરકાર દ્વારા લેવાતા દરેક નિર્ણય અને નીતિઓ સંબંધી ફાઈલ નાયબ મુખ્યપ્રધાન પાસેથી થઈને મુખ્યપ્રધાન સુધી નથી જતી, પણ ફ્કત એ ફાઈલ જ જાય છે, જે તેમના સંબંધમાં ખાતુ આવતું હોય. ભારતના સંવિધાનમાં ક્યાંય પણ રાજ્યમાં નાયબ મુખ્યપ્રધાન કે કેન્દ્રમાં નાયબ વડાપ્રધાન પદનો ઉલ્લેખ મળતો નથી, છતાં પણ સમયે સમયે રાજકીય વિવશતાઓને લઈ સત્તાધારી પાર્ટીઓ અથવા ગઠબંધન દ્વારા તેની નિમણૂંક કરવામાં આવે છે.

સીએમની ગેરહાજરીમાં નાયબ મુખ્યપ્રધાન સહિત કોઈ પણ સિનિયર પ્રધાનને પાવર આપી શકે !

આમ જોવા જઈએ તો, નાયબ મુખ્યપ્રધાનનો દરજ્જો કેબિનેટ મિનિસ્ટર બરાબરનો જ હોય છે. પણ જો મુખ્યપ્રધાન ક્યાંક બહાર જાય તો ઈમરજન્સીમાં કેબિનેટ મિટીંગ બોલાવી અથવા તો અન્ય કોઈ નિર્ણય પર આવી નાયબ મુખ્યપ્રધાન સહિત અન્ય કોઈ સિનિયર પ્રધાનને પાવર આપી શકે છે.

ABOUT THE AUTHOR

...view details