- સંસદના ચોમાસુ સત્ર (monsoon session)નો આજે દસમો દિવસ
- સરકાર વિપક્ષના દરેક મુદ્દાનો જવાબ આપવા માટે તૈયાર
- સરકાર પેગાસસ મુદ્દે ચર્ચા કરવા પણ તૈયાર નથી
નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર (monsoon session)નો આજે દસમો દિવસ છે. સંસદમાં હોબાળો થવાની શક્યતા છે. સોમવારે પણ સંસદમાં મડાગાંઠ જોવા મળી શકે છે. જોકે, કેન્દ્ર સરકારનું કહેવું છે કે તે વિપક્ષના દરેક મુદ્દાનો જવાબ આપવા માટે તૈયાર છે. સાથે જ વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યો છે કે તેમને સંસદમાં બોલવાની તક આપવામાં આવી રહી નથી. એટલું જ નહીં સરકાર પેગાસસ મુદ્દે ચર્ચા કરવા પણ તૈયાર નથી.
કેન્દ્ર સરકારનો આરોપ, કોંગ્રેસ સંસદને કામ કરવા દેવા માંગતી નથી
સાથે જ કેન્દ્ર સરકાર આરોપ લગાવી રહી છે કે કોંગ્રેસ સંસદને કામ કરવા દેવા માંગતી નથી. તે માત્ર હંગામો માંગે છે. તમને જણાવી દઈએ કે આરોપો અને પ્રતિ આક્ષેપોને કારણે સંસદના બંને ગૃહો નિર્ધારિત બેઠકના 105 કલાકમાં માત્ર 18 કલાક જ ચાલી શક્યા. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ સરકાર પર મડાગાંઠનો આરોપ લગાવી રહ્યો છે.
લોકસભામાં કોવિડ પર કોઈ ચર્ચા થઈ ન હતી
ઉપલા ગૃહમાં કોવિડ પર માત્ર યોગ્ય ચર્ચા જોવા મળી હતી. જ્યારે લોકસભામાં કોઈ ચર્ચા થઈ ન હતી. જોકે, સરકારે સંસદના બંને ગૃહોમાં મહત્વપૂર્ણ કાયદા પસાર કર્યા હતા. પેગાસસ પ્રોજેક્ટ એક સ્નૂપિંગ વિવાદ છે. જેના પર વિપક્ષ ચર્ચાની માગ કરી રહ્યું છે, પરંતુ સરકારનું કહેવું છે કે IT પ્રધાનના નિવેદન બાદ જ ખુલાસો માગી શકાય છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ તેને બિન-મુદ્દો ગણાવ્યો છે.
315થી વધુ સભ્યો પ્રશ્નકાળ ઇચ્છે છે
સરકાર કહી રહી છે કે વિપક્ષને રસ નથી અને વારંવાર પ્રયત્નો કર્યા બાદ પણ વિપક્ષ પોતાની માંગણીઓથી પીછેહઠ કરી રહ્યો નથી. પ્રહલાદ જોશી અને પિયુષ ગોયલ વિપક્ષી નેતાઓને મળ્યા, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ મળ્યો નથી. પ્રહલાદ જોશીએ કહ્યું કે 315થી વધુ સભ્યો પ્રશ્નકાળ ઇચ્છે છે. આ હોવા છતાં વિપક્ષ આવું વર્તન કરી રહ્યો છે, તે સૌથી દુર્ભાગ્યપૂર્ણ છે. IT પ્રધાન બંને ગૃહોમાં વિગતવાર નિવેદન આપ્યું છે. આ એક સંપૂર્ણપણે બિન-ગંભીર મુદ્દો છે.
19 જુલાઇથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ
તેમણે કહ્યું કે જનતા સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ છે જેની ચર્ચા કરવાની જરૂર છે. સરકાર ચર્ચા વગર બિલ પસાર કરવા માંગતી નથી. અમે ચર્ચા માટે તૈયાર છીએ પરંતુ તેઓ તેને મંજૂરી આપી રહ્યા નથી. 19 જુલાઇથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું ત્યારથી કેટલાક ખરડાઓ સિવાય લોકસભા અને રાજ્યસભામાં કોઇ મહત્વનો કારોબાર કરવામાં આવ્યો નથી. પેગાસસ અને ખેડૂતોના મુદ્દે વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે. સંસદનું સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલવાનું છે.
આ પણ વાંચો:સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ, PM Modiએ સંસદ ભવન પહોંચી કહ્યું ગૃહ સાર્થક ચર્ચા માટે સમર્પિત હોય
કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા પરત ખેંચવાની માંગણી
નોંધપાત્બત એ છે કે, પેગાસસ જાસૂસી કેસ અને કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા પરત ખેંચવાની માંગણી સાથે વિપક્ષી પાર્ટીઓના સભ્યો હાલના સત્રના પહેલા દિવસથી ગૃહમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તેના કારણે ગૃહમાં કામકાજ અત્યાર સુધી ખોરવાઈ ગયું છે અને કાર્યવાહી સરળ રીતે ચાલી રહી નથી. ઘોંઘાટ વચ્ચે સરકારે કેટલાક બિલ પસાર કર્યા છે.
આ પણ વાંચો:5 વર્ષમાં અલંગ ઉદ્યોગના ઉત્પાદનને વિકસાવવા પ્રધાન માંડવીયાનો સેમિનાર