- કર્ણાટકમાં દશેરા મહોત્સવનું આજે (7 ઓક્ટોબરે) ઉદ્ઘાટન કરવામાં આવશે
- ચામુંડા પહાડીની ઉપર પીઠાસીન દેવતા ચામુંડેશ્વરીની પૂજા કર્યા પછી આનું ઉદ્ઘાટન કરવામાં આવશે
- વિશ્વપ્રસિદ્ધ મૈસુર દશેરા ઉત્સવ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે
કર્ણાટકઃ રાજ્યના મૈસુરમાં દશેરા ઉત્સવ માટે સમગ્ર તૈયારી શરૂ થઈ ગઈ છે. આ ઉત્સવને 'નાડા હબ્બા (રાજ્ય તહેવાર)' તરીકે ઉજવવામાં આવે છે. આમાં ઉત્સવમાં સામેલ 8 હાથીઓની સાથે ગુરુવારે મૈસુર પેલેસમાં પૂર્ણકુંભ (પરંપરાગત સ્વાગત) કરવામાં આવ્યું હતું. હાથીઓની ટીમનું નેતૃત્વ 55 વર્ષીય અભિમન્યુ કરશે, જે 750 કિલોના સોનેરી હાઉદાહ લઈને ચાલશે. આમાં વિજયા દશમીના દિવસે દેવી ચામુંડેશ્વરીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. અશ્વત્થામા, ધનંજય, વિક્રમા, કાવેરી, ચૈત્ર, લક્ષ્મી અને ગોપાલસ્વામી સહિત તૈયાર થયેલા હાથીઓએ સેક્સોફોનિસ્ટ, ઘોડેસવાર પોલીસ અને પોલીસ બેન્ડના સંગીત માટે જયમથંર્ડા ગેટના માધ્યમથી ભવ્ય પ્રવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે જિલ્લા પ્રભારી પ્રધાન એસ. ટી. સોમશેખર અને અન્ય અગ્રણી વ્યક્તિઓએ તેમની પર પુષ્પવર્ષા કરી હતી. અભિમન્યુ ચૈત્ર અને કાવેરીથી ઘેરાયેલો હતો. પહેલી પંક્તિમાં હતું, ગોપાલસ્વામી, ધનંજય અને લક્ષ્મી ત્યારબાદ અશ્વત્થામા હતા. વિક્રમ અંતિમ પંક્તિમાં આવ્યો હતો.
આ પણ વાંચો-નવલાં નોરતાનો શુભારંભ : પ્રથમ નોરતે આ રીતે કરો માઁ શૈલપુત્રીની આરાધના
મહાવતો અને કાવડિયાને ખુશીના પ્રતીક સ્વરૂપે ભેટ અપાઈ
જોકે, અશ્વત્થામા, ભવિષ્યના હાઉદાહ-હાથી તરીકે તૈયારી, ગાર્ડ ઓફ ઓનર દરમિયાન ગભરાઈ ગયા હતા અને લાઈન તોડી નાખી હતી, જેનાથી હોબાળો થયો હતો. જોકે, મહાવત અને કાવડી આની પર લગામ લગાવવામાં સફળ રહ્યા હતા. મહાવતો અને કાવડિયોને ખુશીના પ્રતીક તરીકે સ્વાગત કિટ આપવામાં આવી હતી અને તેઓ મૈસુર પેલેસ પરિસરમાં અસ્થાઈ તંબુમાં રહેશે. અધિકારીઓએ કોવિડ સંકટ વચ્ચે દશેરા ઉત્સવના સરળ યાત્રા કાર્યક્રમની જાહેરાત કરી છે. 150 રસ્તાઓ અને 77 જંક્શનો અને ગોળ ચક્કરોમાં ફેલાયેલી મૈસુર રસ્તાઓની 100 કિલોમીટર લંબાઈને રોશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો-NAVRATRI 2021 : પ્રથમ નોરતે જાણો ક્યારે છે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત