નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના મુરાદનગરમાં સ્મશાન ગૃહ સંકુલની ગેલેરીની બાધુ પડ્યું હતુ. આ અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે. જો કે ઘણા લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની માહિતી મળી છે. લોકો અંતિમ સંસ્કારમાં હાજરી આપવા સ્મશાનમાં ગયા હતા. જાણકારી અનુસાર અત્યારસુધીમાં 36 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમે દબાયેલા ઘણા લોકોને બચાવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટના વિશે કહ્યું કે, ડિવિઝનલ કમિશનર મેરઠ અને આઈજી રેંજ મેરઠને સ્થળ પર ઘટનાની જાણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. યોગીએ કહ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક ગાઝિયાબાદ સ્થળ પર હાજર છે અને લોકોને બચાવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટના દુખદ છે અને મૃત્યુ પામનાર લોકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.
લોકો 2 મહિના પહેલા બનાવેલા બાધા હેઠળ ઉભા હતા