- PM મોદીએ કોવિડ-19ને ગણાવ્યો ભારત-આસિયાન મિત્રતાની પરીક્ષાનો સમય
- ભારત અને આસિયાન વચ્ચે હજારો વર્ષોથી જીવંત સંબંધ રહ્યો
- આસિયાનની એકતા અને Centrality ભારત માટે પ્રાથમિકતા
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ 18માં દક્ષિણ-પૂર્વ એશિયન દેશો (Southeast Asian Countries)ના સંગઠન આસિયાન-ભારત સંમેલન (ASEAN-India Convention)માં સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે, કોવિડ-19 મહામારીના કારણે આપણે બધાએ અનેક પડકારોનો સામનો કરવો પડ્યો, પરંતુ આ પડકારજનક સમય ભારત-આસિયાન મિત્રતા (Indo-ASEAN friendship)ની પરીક્ષા પણ રહ્યો.
ભારત અને આસિયાન વચ્ચે હજારો વર્ષોથી જીવંત સંબંધ
તેમણે કહ્યું કે, ઇતિહાસ સાક્ષી છે કે ભારત અને આસિયાન વચ્ચે હજારો વર્ષોથી જીવંત સંબંધ રહ્યો છે. આની ઝાંખી આપણા પરસ્પરના મૂલ્યો, પરંપરાઓ, ભાષાઓ, ગ્રંથ, વાસ્તુકલા, સંસ્કૃતિ, ખાન-પાન દર્શાવે છે. આસિયાનની એકતા અને Centrality ભારત માટે હંમેશા એક મહત્વપૂર્ણ પ્રાથમિકતા રહી છે.
2022 'આસિયાન-ભારત મિત્રતા વર્ષ'