ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓક્ટોબર-નવેમ્બરની વચ્ચે કોરોનાની ત્રીજી લહેર હશે ચરમસીમાએ, તીવ્રતા એક ચતુર્થાંશ રહેવાની સંભાવના - આઈસીએમઆરના મહામારી વિજ્ઞાન અને સંચારી રોગના પ્રમુખ ડો. સમીરન પાંડા

ભારતમાં અત્યારે કોરોનાની બીજી લહેર શાંત પડી છે. ત્યારે હવે એક સમાચાર એવા આવ્યા છે કે, કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબર અને નવેમ્બરની વચ્ચે ચરમ પર હોઈ શકે છે, પરંતુ તેની તીવ્રતા બીજી લહેરની સરખામણીમાં ઘણી ઓછી હશે. કોરોના મહામારીના ગાણિતિક ફોર્મેટિંગમાં શામેલ એક વૈજ્ઞાનિકે સોમવારે આ વાત કહી હતી. આ સાથે જ આઈસીએમઆરે (ICMR) પણ આવો જ સંકેત આપ્યો છે.

ઓક્ટોબર-નવેમ્બરની વચ્ચે કોરોનાની ત્રીજી લહેર હશે ચરમસીમાએ, તીવ્રતા એક ચતુર્થાંશ રહેવાની સંભાવના
ઓક્ટોબર-નવેમ્બરની વચ્ચે કોરોનાની ત્રીજી લહેર હશે ચરમસીમાએ, તીવ્રતા એક ચતુર્થાંશ રહેવાની સંભાવના

By

Published : Aug 31, 2021, 8:44 AM IST

  • દેશમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેર ચરમસીમાએ હોવાની સંભાવના
  • કોરોના મહામારીના ગાણિતિક ફોર્મેટિંગમાં શામેલ એક વૈજ્ઞાનિકે સોમવારે આ વાત કહી
  • IIT કાનપુરના વૈજ્ઞાનિક મણિન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે, જો કોઈ નવું સ્વરૂપ નહીં આવે તો સ્થિતિમાં ફેરફારની સંભાવના નથી

નવી દિલ્હીઃ ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની વચ્ચે કોરોનાની ત્રીજી લહેર ચરમસીમાએ હોવાના સમાચાર સામે આવ્યા છે. કોરોના મહામારીના ગાણિતિક ફોર્મેટિંગમાં શામેલ એક વૈજ્ઞાનિકે સોમવારે આ વાત કહી હતી. આ ઉપરાંત આઈસીએમઆરે (ICMR) પણ આવો જ સંકેત આપ્યો છે. IIT કાનપુરના વૈજ્ઞાનિક મણિન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે, જો કોઈ નવું સ્વરૂપ નહીં આવે તો સ્થિતિમાં ફેરફારની સંભાવના નથી. તે ત્રણ સભ્યોના વિશેષજ્ઞ દળનો ભાગ છે, જેણે સંક્રમણમાં વધારાનું અનુમાન લગાવવાનું કામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો-રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા 12 કેસ, 13 દર્દીઓ કોરોનાને માત આપી

IIT કાનપુરના વૈજ્ઞાનિકે ટ્વિટ કરી માહિતી આપી

જો દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે છે તો દેશમાં પ્રતિદિવસ 1 લાખ કોરોનાના કેસ સામે આવશે. જ્યારે મે મહિનામાં બીજી લહેર ચરમસીમાએ હોવાના કારણે દૈનિક 4 લાખ કેસ સામે આવી રહ્યા હતા. તો બીજી લહેરમાં હજારો લોકોના મોત પણ થયા છે. જ્યારે લાખો લોકો કોરોના સંક્રમિત થયા હતા. અગ્રવાલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, જો નવો મ્યુટેશન નહીં થાય તો વર્તમાન સ્થિતિ યથાવત રહેશે અને સપ્ટેમ્બર સુધી જો 50 ટકા વધુ ચેપી મ્યુટેશન આવે તો નવું સ્વરૂપ સામે આવશે. તમે જોઈ શકો છો કે, નવા સ્વરૂપથી જ ત્રીજી લહેર આવશે અને તે સ્થિતિમાં નવા કેસ વધીને પ્રતિદિવસ 1 લાખ થઈ જશે.

આ પણ વાંચો-EXPLAINER : કોરોનાનું એન્ડેમિક સ્ટેજ એટલે તે મહામારી સાથે જીવવાનું શીખી લો

કોરોનાની ત્રીજી લહેરમાં દૈનિક 2 લાખ સુધીના કેસ આવશે

ગયા મહિને મોડલ અનુસાર જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે ચરમસીમાએ હશે અને દૈનિક કેસ દોઢ લાખથી 2 લાખની વચ્ચે હશે. જો સાર્સ-કોવ-2નું વધુ ચેપી મ્યુટેશન હશે. જોકે, ડેલ્ટાથી વધુ ચેપી મ્યુટેશન સામે નથી આવ્યું.

કેટલાક રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેરના શરૂઆતી સંકેત છે

ગયા અઠવાડિયાનું અનુમાન પણ આ પ્રકારનું હતું, પરંતુ નવા અનુમાનમાં દૈનિક કેસની સંખ્યા ઘટીને એકથી દોઢ લાખ કરવામાં આવી છે. અગ્રવાલે કહ્યું હતું કે, નવા આંકડાઓમાં જુલાઈ અને ઓગસ્ટમાં થયેલા વેક્સિનેશન અને સીરો સર્વેક્ષણને પણ શામેલ કરવામાં આવ્યા છે. તો આ તરફ આઈસીએમઆર (ICMR)ના મહામારી વિજ્ઞાન અને સંચારી રોગના પ્રમુખ ડો. સમીરન પાંડાએ કહ્યું હતું કે, કેટલાક રાજ્યોમાં ત્રીજી લહેરના શરૂઆતી સંકેત છે. આ રાજ્યોએ બીજી લહેર દરમિયાન ખૂબ જ ગંભીર અસરનો અનુભવ નહતો કર્યો. જ્યારે કેટલાક રાજ્યોએ શીખ લેતા ખૂબ જ ઝડપથી પ્રતિબંધ લગાવી દીધા હતા. આ માટે તેમનામાં ટ્રાન્સમિશન જોવા ન મળ્યું. તેમણે કહ્યું હતું કે, આ ઉપરાંત તેમણે ગભરાવવાની જરૂર નથી.

50 ટકાથી વધુ બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છેઃ ડો. પાંડા

ડો. પાંડાએ કહ્યું હતું કે, ચોથા નેશનલ સીરો સરવે અનુસાર, 50 ટકાથી વધુ બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જે રાજ્યોએ પોતાની મહામારી સંબંધી તપાસ કરી છે અને મોટા પાયે વેક્સિન લગાવી લીધી છે. તે ધીમે ધીમે સ્કૂલ ખોલી શકે છે.

ABOUT THE AUTHOR

...view details