ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તાલિબાનોએ હવે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો - સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેશ

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ આતંક મચાવ્યો છે. તાલિબાનો એક એક કરીને તમામ જગ્યા પોતાની હેઠળ લઈ લે છે. ત્યારે હવે તાલિબાનોએ કાબૂલમાં આવેલા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર પોતાના કબજાની જાહેરાત રાષ્ટ્રપતિ ભવનથી કરવામાં આવે તેવી શક્યતા છે.

તાલિબાનોએ હવે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો
તાલિબાનોએ હવે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો

By

Published : Aug 16, 2021, 8:53 AM IST

  • અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ મચાવ્યો આતંક
  • અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનોનો કબજો
  • અફઘાનિસ્તાન પર કબજાની જાહેરાત રાષ્ટ્રપતિ ભવનથી થવાની શક્યતા

કાબૂલઃ અલ-જજિરા ન્યૂઝ નેટવર્ક પર પ્રસારિત વીડિયો ફૂટેજ અનુસાર, કાબૂલમાં આવેલા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર હવે તાલિબાનોએ કબજો કરી લીધો છે. ફૂટેજમાં તાલિબાનોનું એક મોટો સમૂહ રાષ્ટ્રપતિ ભવનની અંદર જતા જોવા મળી રહ્યો છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજાની જાહેરાત પણ રાષ્ટ્રપતિ ભવન (President House)થી થાય તેવી શક્યતા છે અને દેશને ફરીથી 'ઈસ્લામિક અમિરાત ઓફ અફઘાનિસ્તાન'નું (Islamic Emirate of Afghanistan) નામ આપવાની શક્યતા છે.

આ પણ વાંચો-અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડ્યું, કાબુલમાં અમેરિકન દૂતાવાસમાં પહોંચ્યા હેલિકોપ્ટર

અફઘાનિસ્તાનની સ્થિતિ પર આજે UNSCની ઈમરજન્સી બેઠક

20 વર્ષની લાંબી લડાઈ પછી અમેરિકી સેનાના અફઘાનિસ્તાનથી નીકળવાના થોડા જ દિવસોની અંદર લગભગ સમગ્ર દેશ પર ફરીથી તાલિબાનનો કબજો આવી ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એસ્ટોનિયા અને નોર્વેના અનુરોધ પર અફઘાનિસ્તાનની સ્થિતિ પર સોમવારે ઈમરજન્સી બેઠક યોજશે. પરિષદના રાજદ્વારીઓએ રવિવારે કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્તોનિયો ગુતારેશ પરિષદ (United Nations Secretary General Antonio Guterres)ના સભ્યોને રાજધાની કાબૂલ પર તાલિબાનના કબજા પછી વર્તમાન સ્થિતિથી અવગત કરાવશે.

આ પણ વાંચો-તાલિબાને અફઘાનિસ્તાનમાં બનાવી વચગાળાની સરકાર, બરાદર હશે નવા રાષ્ટ્રપતિ

તાલિબાનોને આવતા જોઈ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ રવિવારે દેશ છોડી દીધો

ઉલ્લેખનીય છે કે, રવિવારે સવારે કાબૂલ પર તાલિબાનોને આવતા જોઈ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો હતો. તો દેશવાસીઓ અને વિદેશી પણ યુદ્ધગ્રસ્ત દેશથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, કાબૂલ એપોર્ટથી કોમર્શિયલ ફ્લાઈટ્સ બંધ થવાના કારણે લોકોના આ પ્રયાસને ઝટકો લાગ્યો છે.

કાબૂલમાં પોતાના દૂતાવાસના કર્મચારીઓને બહાર કાઢી રહ્યું છે અમેરિકા

તો અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કનના જણાવ્યાનુસાર, અમેરિકા કાબૂલમાં આવેલા પોતાના દૂતાવાસથી થોડા કર્મચારીઓને વ્યવસ્થિત રીતે બહાર કાઢી રહ્યું છે. જોકે, તેમણે ઉતાવળમાં અમેરિકાને ત્યાંથી નીકાળવાના આરોપને મહત્ત્વ ન આપતા કહ્યું હતું કે, આ વિયેતનામનું પુનરાવર્તન નથી. તો બ્લિન્કને એક ચેનલને કહ્યું હતું કે, અમારા લોકો પરિસને છોડી રહ્યા છે અને એરપોર્ટ જઈ રહ્યા છે.

અમેરિકા દૂતાવાસના કર્મચારીઓ દસ્તાવેજ અને અન્ય સામગ્રીનો કરી રહ્યા છે નાશ

આ સાથે જ અમેરિકાના વિદેશ પ્રધાને આ વાતની પુષ્ટિ પણ કરી હતી કે, અમેરિકી દૂતાવાસના કર્મચારીઓ પરિસર ખાલી કર્યા પહેલા દસ્તાવેજ અને અન્ય સામગ્રીનો નાશ કરી રહ્યા છે, પરંતુ તેમણે ભાર આપતા કહ્યું હતું કે, આ ખૂબ જ સમજીવિચારીને અને સુનિયોજિત રીતે કરવામાં આવી રહ્યું છે. આ બધું અમેરિકી બળોની ઉપસ્થિતિમાં થઈ રહ્યું છે, જે ત્યાં અમારી સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે. કાબૂલમાં આવેલું અમેરિકી દૂતાવાસ ખાલી કરવાના ક્રમમાં રવિવારે પરિસરથી સૈન્ય હેલિકોપ્ટર સતત ઉડાન ભરી રહ્યુું છે.

લોકોએ ATM મશીનની બહાર લગાવી લાંબી લાઈન

નાગરિકો એ ભયથી દેશ છોડવા માગે છે કે, તાબિલાન તે ક્રુર શાસનને ફરી લાગુ કરી શકે છે, જેમાં મહિલાઓના અધિકાર ખતમ થઈ જશે. નાગરિક પોતાના જીવનભરની બચતને કાઢવા માટે ATM મશીનોની બહાર લાઈન લગાવીને ઉભા છે. તો કાબૂલમાં વધુ સુરક્ષિત માહોલ માટે દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં પોતાના ઘરોને છોડીને આવેલા હજારોની સંખ્યામાં સામાન્ય લોકો સમગ્ર શહેરમાં ઉદ્યાનો અને ખૂલ્લા સ્થાનોમાં શરણ લેતા જોવા મળી રહ્યા છે.

અમેરિકાએ 2 દાયકામાં અફઘાનિસ્તાનના સુરક્ષા બળોને તૈયાર કરવામાં અબજો ડોલર ખર્ચ્યા પણ વ્યર્થ ગયા

અફઘાનિસ્તાનમાં લગભગ 2 દાયકામાં સુરક્ષા બળોને તૈયાર કરવા માટે અમેરિકા અને નાટો દ્વારા અબજો ડોલર ખર્ચ કર્યા પછી પણ તાલિબાને આશ્ચર્યજનક રીતે એક સપ્તાહમાં લગભગ સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. થોડા દિવસ પહેલા એક અમેરિકી સૈન્ય મૂલ્યાંકને અનુમાન લગાવ્યું હતું કે, રાજધાનીને તાલિબાનના દબાણમાં આવતા એક મહિનો લાગશે.

ABOUT THE AUTHOR

...view details