ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટને આજે 9 નવા ન્યાયાધીશ મળશે, CJI એન. વી. રમન્ના અપાવશે શપથ - જસ્ટિસ સી. ટી. રવિકુમાર

દેશના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ (CJI) એન. વી. રમન્ના આજે (મંગળવારે) ત્રણ મહિલા ન્યાયાધીશ સહિત 9 નવા ન્યાયાધીશને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરાવશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં કુલ ન્યાયાધીશોની સંખ્યા 33 થઈ જશે.

સુપ્રીમ કોર્ટને આજે 9 નવા ન્યાયાધીશ મળશે, CJI એન. વી. રમન્ના અપાવશે શપથ
સુપ્રીમ કોર્ટને આજે 9 નવા ન્યાયાધીશ મળશે, CJI એન. વી. રમન્ના અપાવશે શપથ

By

Published : Aug 31, 2021, 9:42 AM IST

  • સુપ્રીમ કોર્ટ માટે આજ (મંગળવાર)નો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે
  • સુપ્રીમ કોર્ટમાં આજે એક સાથે 9 નવા ન્યાયાધીશ શપથ ગ્રહણ કરશે
  • સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં પહેલી વખત આટલા બધા ન્યાયાધીશ એક સાથે શપથ લેશે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ માટે મંગળવારનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. કારણ કે, આજે (મંગળવારે) સુપ્રીમ કોર્ટને 9 નવા ન્યાયાધીશ મળશે. કોલેજિયમની ભલામણ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ તમામ ન્યાયાધીશોની નિમણૂકના વોરન્ટ પર સહી કરી દીધી હતી. આ ઉચ્ચ કોર્ટના ઈતિહાસમાં પહેલી વખત છે. જ્યારે 9 ન્યાયાધીશ એક સાથે પદના શપથ ગ્રહણ કરશે. આ શપથ ગ્રહણ સમારોહ સુપ્રીમ કોર્ટના અતિરિક્ત ભવન પરિસરમાં યોજાશે.

આ પણ વાંચોઃ'હું દિલ્હી જઈ રહ્યો છું ગુજરાત મારું બીજું ઘર રહેશે': ચીફ જસ્ટિસ વિક્રમ નાથ

સુપ્રીમ કોર્ટમાં CJI સહિત કુલ 34 ન્યાયાધીશ થઈ શકે છે

પરંપરાગત રીતે નવા ન્યાયાધીશોના પદની શપથ મુખ્ય ન્યાયાધીશના કોર્ટ કક્ષમાં અપાવવામાં આવે છે. મંગળવારે 9 નવા ન્યાયાધીશોના શપથ લેવાની સાથે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત ન્યાયાધીશોની સંખ્યા 33 થઈ જશે. સુપ્રીમ કોર્ટમાં CJI સહિત કુલ 34 ન્યાયાધીશ થઈ શકે છે.

ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર માહેશ્વરી અને ન્યાયાધીશ વિક્રમનાથ

આ પણ વાંચોઃસુપ્રીમ કોર્ટમાં કોલેજિયમના 9 નામો પર કેન્દ્રની મ્હોર, ગુજરાતના બે જજ

શપથ ગ્રહણનું સીધું પ્રસારણ

સુપ્રીમ કોર્ટના જનસંપર્ક કાર્યાલય દ્વારા જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, આ ભારતના સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં પહેલી વખત છે. જ્યારે 9 ન્યાયાધીશ એક વારમાં પદના શપથ ગ્રહણ કરશે. આ ઉપરાંત સમારોહ સ્થળને સભાગારમાં સ્થળાંતરિત કરી દવામાં આવ્યું છે. આ કોરોનાની ગાઈડલાઈનના પાલનની આવશ્યકતાને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યું છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, શપથ ગ્રહણ સમારોહનું ડીડી ન્યૂઝ, ડીડી ઈન્ડિયા પર સીધું પ્રસારણ કરવામાં આવશે અને 'લાઈવ વેબકાસ્ટ' સુપ્રીમ કોર્ટના સત્તાવાર વેબ પોર્ટલના હોમ પેજ પર પણ ઉપલબ્ધ હશે.

ન્યાયાધીશ અભય શ્રીનિવાસ ઓકા, સી. ટી. રવિકુમાર અને ન્યાયાધીશ એમ. એમ. સુંદરેશ

આ 9 ન્યાયાધીશ લેશે શપથ

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લેનારા 9 નવા ન્યાયાધીશોમાં ન્યાયાધીશ અભય શ્રીનિવાસ ઓકા (Justice Abhay Shreeniwas Oka) (જે કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા), ન્યાયાધીશ વિક્રમનાથ (Justice Vikram Nath) (જે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા), ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર માહેશ્વરી (Justice Jitendra Kumar Maheshwari) (જે સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા), ન્યાયાધીશ હીમા કોહલી (Justice Hima Kohli) (જે તેલંગાણા હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ હતાં) અને ન્યાયાધીશ બી. વી. નાગરત્ના (Justice B V Nagarathna) (જે કર્ણાટક હાઈકોર્ટનાં ન્યાયાધીશ હતાં) સામેલ છે.

ન્યાયાધીશના પદની શપથ લેનારા અન્ય નામો

રિલીઝ પ્રમાણે, આ ઉપરાંત ન્યાયાધીશ સી. ટી. રવિકુમાર (Justice C T Ravikumar) (જે કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશ હતા), ન્યાયાધીશ એમ. એમ. સુંદરેશ (Justice M M Sundresh) (જે મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ હતા), ન્યાયાધીશ બેલા એમ. ત્રિવેદી (Justice Bela Trivedi) (જે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ હતાં) અને પી. એસ. નરસિમ્હા (Additional Solicitor General P S Narasimha) (જે એક વરિષ્ઠ એડવોકેટ અને પૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ હતા)ને પણ મુખ્ય ન્યાયાધીશ દ્વારા પદની શપથ લેવડાવવામાં આવશે.

ન્યાયાધીશ નાગરત્ના, ન્યાયાધીશ બેલા ત્રિવેદી અને ન્યાયાધીશ હિમા કોહલી

મુખ્ય ન્યાયાધીશ બનવાની કતારમાં કોણ છે?

ન્યાયાધીશ નાગરત્ના સપ્ટેમ્બર 2027માં પહેલી વખત મુખ્ય ન્યાયાધીશ બનવાની કતારમાં છે. ન્યાયાધીશ નાગરત્નાનો જન્મ 30 ઓક્ટોબર 1962ના દિવસે થયો હતો. તેઓ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઈ. એસ. વેંકટરમૈયાની પૂત્રી છે. આ 9 નવા ન્યાયાધીશોમાંથી ત્રણ ન્યાયાધીશ નાથ અને ન્યાય મૂર્તિ નાગરત્ના અને ન્યાયાધીશ નરસિમ્હા મુખ્ય ન્યાયાધીશ બનવાની કતારમાં છે.

પૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ પી. એસ. નરસિમ્હા

અત્યારે સુપ્રીમ કોર્ટમાં એક માત્ર મહિલા ન્યાયાધીશ કાર્યરત્

ન્યાયાધીશ નાથ ફેબ્રુઆરી 2027માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાન્તના સેવાનિવૃત્ત થવા પર દેશના મુખ્ય ન્યાયાધીશ બનવાની કતારમાં છે. વર્તમાનમાં ન્યાયાધીશ ઈન્દિરા બેનરજી સુપ્રીમ કોર્ટમાં એક માત્ર સેવારત મહિલા ન્યાયાધીશ છે, જેમણે 7 ઓગસ્ટ 2018માં મદ્રાસ હાઈકોર્ટથી પદોન્નત કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યરત્ હતા. હાઈકોર્ટના ન્યાયાધીશ 62 વર્ષની ઉંમરે સેવાનિવૃત્ત થાય છે. જ્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સેવાનિવૃત્તિની ઉંમર 65 વર્ષ છે.

ABOUT THE AUTHOR

...view details