- જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂખ અબ્દુલ્લાને મોટી રાહત
- ફારૂખ અબ્દુલ્લાહના વિચાર સરકારથી અલગ પણ દેશદ્રોહી નથીઃ સુપ્રીમ કોર્ટ
- સુપ્રીમ કોર્ટે અરજી કરનારાને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂખ અબ્દુલ્લા સામે થયેલી દેશદ્રોહની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેમના વિચાર સરકારના મંતવ્યથી અલગ છે, પરંતુ તેમને દેશદ્રોહી ના માની શકાય. સુપ્રીમ કોર્ટે અરજી કરનારાને રૂ. 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે.