- બહુ ચર્ચિત સુનંદા પુષ્કર મોતના કેસનો મામલો
- સુનંદા આત્મહત્યા ન કરી શકે તેવું તેમના સંબંધીઓએ જ કહ્યું હતુંઃ શશી થરૂરના વકીલ
- શશી થરૂરને આત્મહત્યા કેસમાંથી મુક્ત કરવામાં આવેઃ શશી થરૂરના વકીલ
નવી દિલ્હીઃ બહુ ચર્ચિત સુનંદા પુષ્કર મોત મામલામાં સુનાવણી દરમિયાન આરોપી અને કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું હતું કે, જ્યારે આત્મહત્યાનો આરોપ સાબિત જ નથી થઈ શક્યો તો ઉશ્કેરવાનો આરોપ લગાવવાનો કોઈ અર્થ નથી. હવે આ મામલાની સુનાવણી 9 એપ્રિલે થશે.
આ પણ વાંચોઃસુનંદા પુષ્કર કેસઃ ટ્વીટ સુરક્ષીત કરવાની માગ પર પોલીસને જવાબ દેવાનો સમય મળ્યો
શશી થરૂરે સુનંદા પુસ્કરને હેરાન નહતી કરીઃ શશી થરૂરના વકીલ
શશી થરૂરના વકીલ વિકાસ પાહવાએ આ મામલાથી શશી થરૂરને મુક્ત કરવાની માગ કરતા કહ્યું કે, શશી થરૂરે સુનંદા પુસ્કરને માનસિક કે શારીરિક રીતે હેરાન નહતી કરી. તેમણે કહ્યું કે, સુનંદા પુસ્કરના સંબંધીઓના નિવેદનથી પણ એ સ્પષ્ઠ થાય છે કે સુનંદા આત્મહત્યા ના કરી શકે. સંબંધીઓએ શશી થરૂર પર કોઈ આરોપ નથી લગાવ્યો.
આ પણ વાંચોઃદિલ્હી હિંસા મામલે સુપ્રીમ કોર્ટે શશી થરૂર અને વરિષ્ઠ પત્રકારોની ધરપકડ પર પ્રતિબંધ મૂક્યો
દિલ્હી પોલીસે આ મામલે વર્ષ 2018માં આરોપ પત્ર દાખલ કર્યું હતું
આ મામલામાં 14 મે 2018એ દિલ્હી પોલીસે આરોપ પત્ર દાખલ કર્યું હતું. આરોપ પત્રમાં શશી થરૂરને આરોપી બનાવવામાં આવ્યા હતા. શશી થરૂરને ભારતીય દંડ સંહિતાની ધારા 498 એ અને 306 હેઠળ આરોપી બનાવવામાં આવ્યા છે.