ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિરોમણી અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી મળીને પંજાબ વિધાનસભાની ચૂંટણી લડશે

પંજાબમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારી ચાલી રહી છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી શિરોમણી અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી મળીને લડશે. બંને દળે આજે ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરી હતી.

શિરોમણી અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી મળીને પંજાબ વિધાનસભાની ચૂંટણી લડશે
શિરોમણી અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી મળીને પંજાબ વિધાનસભાની ચૂંટણી લડશે

By

Published : Jun 12, 2021, 1:30 PM IST

  • પંજાબમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે
  • શિરોમણી અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી આગામી વર્ષે ચૂંટણી લડશે
  • બંને પાર્ટીએ ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરી

ચંદીગઢઃ પંજાબમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેને જોઈને રાજ્યમાં રાજકીય ઉથલપાથલ થઈ રહી છે. રાજનીતિ પક્ષો ચૂંટણી પહેલા ગઠબંધનની સંભાવના તપાસી રહ્યા છે. આ કડીમાં શિરોમણી અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી (બસપા)એ ગઠબંધનની જાહેરાત કરી છે.

આ પણ વાંચો-આમ આદમી પાર્ટીમાં વડોદરા શહેરના અધ્યક્ષ તરીકે પ્રતિમાબેન પટેલની નિમણૂક કરવામાં આવી

પંજાબની રાજનીતિમાં એક નવો દિવસ છે

પંજાબના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુખબીર સિંહ બાદલ અને બસપા નેતાઓએ આજે સંયુક્ત પ્રેસવાર્તા કરી ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરી હતી. હવે બંને પાર્ટીઓ આગામી વિધાનસભા ચૂંટણી મળીને લડશે. આનાથી સ્પષ્ટ છે કે, આ વખતે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહને અકાલી-બસપા ગઠબંધનનો પડકારનો સામનો કરવો પડે છે. ગઠબંધનની જાહેરાત કરતા શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે કહ્યું હતું કે, પંજાબની રાજનીતિમાં આજે એક નવો દિવસ છે. શિરોમણી અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી 2022ના પંજાબ વિધાનસભા ચૂંટણી અને ભવિષ્યની ચૂંટણી એકસાથે લડશે.

આ પણ વાંચો-ભાજપ ગમે ત્યારે ચૂંટણી માટે તૈયાર જ હોય છે: યમલ વ્યાસ

શિરોમણી અકાલી દળનો ઉદ્દેશ પંજાબને કોંગ્રેસમુક્ત કરવાનો છે

બાદલે કહ્યું હતું કે, 117 બેઠકમાં બહુજન સમાજ પાર્ટી 20 બેઠક પર શિરોમણી અકાલી દળ માત્ર 97 બેઠક પર ચૂંટણી લડશે. તેમણે કહ્યું હતું કે, અમારો ઉદ્દેશ પંજાબને કોંગ્રેસમુક્ત કરવાનું છે. જ્યારે બસપાના મહાસચિવ સતીષચંદ્ર મિશ્રાએ કહ્યું હતું કે, આ બસપા માટે એક ઐતિહાસિક દિવસ છે. કારણ કે, પાર્ટીએ શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધન ગયું છે, જે પંજાબની સૌથી મોટી પાર્ટી છે. વર્ષ 1986માં બસપા અને શિ.અ.દ બંનેને સંયુક્ત રીતે લોકસભા ચૂંટણી લડ્યો હતો અને પંજાબની 13 મેથી 11 લોકસભા ચૂંટણી પર જીત હાંસલ કરી હતી. આ વખતે પણ અમારું ગઠબંધન જ જીતશે.

ABOUT THE AUTHOR

...view details