- શ્રીનગરના હબ્બા કાદલનું શીતલનાથ મંદિર ફરી શરૂ
- તમામ મંદિરો ફરી શરૂ થતા કાશ્મીરમાં હવે નવી સવાર થઈ
- વસંત પંચમીનો દિવસ કાશ્મીર માટે મહત્ત્વનો બની રહ્યો
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર લાંબા સમયથી આતંકવાદથી પીડિત રહ્યું છે. 90ના દાકયામાં કાશ્મીરમાં આતંકની શરૂઆત થયા બાદ મોટી સંખ્યામાં ઘાટીથી હિન્દુઓએ પલાયન કરવું પડ્યું હતું. આના કારણે કાશ્મીર ઘાટીમાં હિન્દુઓના ઘણા મંદિર બંધ પડ્યા હતા, પરંતુ હવે સમય અને સરકાર બદલાવવાથી અહીં સ્થિતિ પણ સુધરી છે. કાશ્મીરમાં હવે નવી સવાર થઈ છે. મંગળવાર કાશ્મીર ઘાટી માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થયો. કારણ કે, વસંત પંચમીના અવસર પર શ્રીનગરના હબ્બા કાદલમાં આવેલું શીતલનાથ મંદિર 31 વર્ષ પછી ખોલવામાં આવ્યું છે.