ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અજમેરની ખ્વાજા દરગાહમાં વડાપ્રધાને આપેલી ચાદર મુખ્તાર અબ્બાસ નકવીના હસ્તે અર્પણ

અજમેરમાં સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીના 809મા ઉર્સના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મંગળવારે ચાદર અર્પણ કરવામાં આવી હતી. વડાપ્રધાને કેન્દ્રિય અલ્પસંખ્યક મામલાના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીને દિલ્હીમાં આ ચાદર સોંપી છે. નકવીએ વડાપ્રધાને આપેલી આ ચાદર અર્પણ કરી હતી. આ સાથે જ ઉર્સમાં આવનારા જાયરિન માટે પણ વડાપ્રધાન એક સંદેશ આપ્યો હતો.

અજમેરના ખ્વાજા દરગાહમાં PM મોદીએ આપેલી ચાદર અર્પણ કરાશે
અજમેરના ખ્વાજા દરગાહમાં PM મોદીએ આપેલી ચાદર અર્પણ કરાશે

By

Published : Feb 16, 2021, 12:42 PM IST

  • દર વર્ષની જેમ વડાપ્રધાન ખ્વાજા ગરીબ નવાઝના ઉર્સ પર ચાદર ચઢાવવાની પરંપરા
  • વડાપ્રધાને અજમેર માટે ચાદર અર્પણ કરી દર વર્ષની પરંપરાને જાળવી રાખી
  • કેન્દ્રિય અલ્પસંખ્યક મામલાના પ્રધાન મુખ્તાર અબ્બાસે વડાપ્રધાને આપેલી ચાદર અર્પણ કરી

અજમેર (રાજસ્થાન): અજમેરમાં વિશ્વ વિખ્યાત ખ્વાજા ગરીબ નવાઝનો 809મો ઉર્સ છે. આ અવસર પર વડાપ્રધાન તરફથી ચાદર અર્પણ કરવાની પરંપરા રહી છે. આને આગળ વધારતા વડાપ્રધાને દરગાહ માટે ચાદર અર્પણ કરી છે. કેન્દ્રિય અલ્પસંખ્યક મામલાના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી મંગળવારે દરગાહ પહોંચીને વડાપ્રધાને આપેલી ચાદર ખ્વાજા ગરીબ નવાઝની મઝાર પર ચાદર અર્પણ કરી હતી. ત્યારબાદ બુલંદ દરવાજા પર આગામી જાયરિન માટે પણ વડાપ્રધાન એક સંદેશ આપ્યો હતો.

નકવીએ વિવિધ કામોનું પણ ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રિય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ મંગળવારે દરગાહ પર વડાપ્રધાને આપેલી ચાદર અર્પણ કરી હતી. ત્યારબાદ તેઓ દરગાહ કમિટી તરફથી યોજવામાં આવેલા વિવિધ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. દરગાહ પરિસર નજીક જાયરિનની વ્યવસ્થા માટે બનાવેલા ટોયલેટ બ્લોકનું પણ તેઓએ ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ દરગાહ શરીફ ગરીબ નવાઝ અતિથિ ગૃહના ગેટ નંબર 5 અને બ્લોકનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details